Gujarat

બહેનોને બેકરી વાનગી શીખવાની તક આપે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બેકરી તાલીમ શાળા

બહેનોને ઘરગથ્થુ બેકરી વાનગી શીખવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ સંચાલિત બેકરી શાળામાં એક અઠવાડિયાની સમાયાવધીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

      આ તાલીમ એપ્રિલ, મે અને જૂન માસ દરમિયાન યોજવામાં આવનાર છે. આ તાલીમ લીધા બાદ બહેનો શુદ્ધ અને સાત્વિક બેકરી વાનગી બનાવવામાં પારંગતતા મેળવી લે છે. જેથી રસ ધરાવતા બહેનોએ તાલીમ વર્ગના પ્રવેશ મેળવવા માટે મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, બેકરી શાળા, જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૭૭૩૫૬ પર સંપર્ક કરવા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *