Gujarat

રાજકોટમાં ૨૦ દિવસ પહેલાં જ ખરીદેલી નવી નક્કોર કાર સળગી, ફાયરે આગ બુઝાવી, લોકોએ વીડિયો પણ ઉતાર્યા

રાજકોટ
રાજકોટમાં શનિવારે મોડી રાત્રે મહિન્દ્રાની જીેંફ વ્હિકલ થાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા શ્યામલ ઉપવમમાં આ જીેંફ વ્હિકલ સળગી ઉઠી હતી. મહિન્દ્રાની થાર મોડલને ૨૦ દિવસ પહેલાં જ ખરીદી હોવાનું સામે આવ્યું છે. જાેકે, ક્યાં કારણસર જીેંફ વ્હિકલમાં આગ ભભૂકી ઉઠી તેની કોઈ વિગત સામે આવી નથી. મળતી માહિતી અનુસાર મવડીમાં આવેલા શ્યામલ ઉપવનમાં જીેંફ વ્હિકલમાં લાગેલી આગને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જીેંફ વ્હિકલમાં લાગેલી ભીષણ આગને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યા હતા. જીેંફ વ્હિકલ થારમાં લાગેલી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. મહિન્દ્રા થારમાં અચાનક આગ લાગતા અંદર રહેલા ચાલકે સતર્કતા વાપરી હતી. આથી તેનો જીવ બચી ગયો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *