Gujarat

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળ નો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવ્યો

*મંદિરમાં વિરોધ ઉગ્ર ન થાય તેને ધ્યાને લઈ છેલ્લે મંદિર પ્રશાસને વિશ્વ હિન્દુ પરિષદને મોહનથાળ ની પ્રસાદ સાથે અંબાજી મંદિરમાં પ્રવેશ આપ્યો હતો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે  આજરોજ  ભારે વિવાદો વચ્ચે  મોહનથાળ નો પ્રસાદ  વીએચપી દ્વારા  માં અંબા ના ચરણોમાં  ચડાવવામાં આવ્યો  તો આ પ્રસાદ ચડાવવા જતા સમય  વીએચપી ને  સાત નંબર ગેટ પર એક કલાકથી વધુ સમય માટે રોકવામાં આવ્યા હતા. માં અંબા નો મોહનથાળ  છેલ્લા કેટલાક દિવસથી  વિવાદોમાં સપડાયો છે અંબાજી  મંદિર દ્વારા મોહનથાળ  નો  પ્રસાદ બંધ કર્યા બાદ  માઇભક્તો માં  મોહનથાળ ને ચાલુ કરવા માટે સરકાર અને માતાજીને વિનંતી કરી રહ્યા છે ત્યારે  વીએચપી દ્વારા ગઈકાલે આપેલા આહવાન મુજબ સમગ્ર ગુજરાતના મંદિરોમાં  મોહનથાળ નો પ્રસાદ  ચડાવીને  મા અંબા સમક્ષ  પ્રાર્થના કરી  સરકારને સદબુદ્ધિ મળે અને મોહનથાળ નો પ્રસાદ ફરીથી  ચાલુ થાય પરંતુ આજે જ્યારે વીએચપી  અંબાજી  મંદિર ના સાત નંબર ગેટ  પર મોહનથાળ નો પ્રસાદ લઈને  પહોંચ્યા ત્યારે મંદિર કર્મચારીઓએ  તેમને સાત નંબરના ગેટ પર જ  રોકી દીધા હતા અને  મોહનથાળ નો પ્રસાદ અંદર ન લઈ જાઓ  તે શરત પર જ  મંદિરમાં પ્રવેશ આપવાની  વાત કરી હતી. એક કલાકથી વધુ સમય  સાત નંબરના ગેટ ઉપર  રાહ જોયા બાદ અને આરતી નો સમય પણ  વીતી ગયા બાદ જ્યારે વીએચપી નો વિરોધ  ઉગ્ર ન થાય  તેને ધ્યાને લઈ   છેલ્લે મંદિર  પ્રશાસને વિશ્વ હિન્દુ પરિષદને  મોહનથાળ ની પ્રસાદ સાથે  અંબાજી મંદિરમાં પ્રવેશ આપ્યો હતો  અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મા અંબાના મંદિરમાં  મોહનથાળ નો પ્રસાદ  ચડાવવામાં આવ્યો હતો  પરંતુ મહત્વની વાત એ છે કે મંદિર પ્રશાસન  સામે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળને  માતાજીના ગર્ભ ગૃહમાં જઈને  ચડાવવાની  વિનંતી કરી તું મંદિર પ્રશાસન દ્વારા  ઘસીને ના પાડી દેવામાં આવી અને છેલ્લે માતાજીનો પ્રસાદ ગર્ભગૃહના બહારથી ચડાવવામાં આવ્યો તો આ મોહનથાળ ના પ્રસાદ  ને લેવા માટે  ભક્તો તૂટી પડ્યા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230312_211359.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *