Gujarat

સાવરકુંડલા કે.કે હોસ્પિટલના ગંદકીના પ્રશ્નનું શહેર ભાજપ ટીમ અને નગરપાલીકા સદસ્યો દ્વારા તાત્કાલિકના ધોરણે નિરાકરણ કરાયું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા કે.કે હોસ્પિટલના પટાંગણમાં ગંદકી અને કચરાના ઢગલા થઈ  ગયેલ હતા જેની જાણ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજને  થતાં શહેર ભાજપ ટિમ તેમજ નગરપાલિકા સદસ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખપતિ રાજુભાઇ દોશીને જાણ કરી બંધ થયેલ ગટરો ચાલુ કરવામાં આવી અને પાલિકાનું જે.સી.બી બોલાવી વધારાનો કચરાનો નિકાલ કરવામાં આવ્યો આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજુભાઇ નાગ્રેચા, સંદીપભાઈ ભટ્ટ, પાલિકાના સદસ્ય મેહુલભાઈ ત્રિવેદી,કિશોરભાઈ બુહા, અશોકભાઈ ચૌહાણ,લાલભાઈ ગોહિલ, અનિલભાઈ ગોહીલ, સોહીલ શેખ, આસિફભાઈ કુરેશી, રમેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ મહેતા,અજયભાઈ ખુમાણ, સ્થળ પર હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં કે.કે સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાફ સફાઈ થઈ જતાં હોસ્પિટલ અધિક્ષક હોસ્પિટલ સ્ટાફ અને આજુબાજુના રહીશો દ્વારા શહેર ભાજપ ટીમ, ચિફ ઓફિસર બોરડ સાહેબ, પાલીકા પ્રમુખપતિ રાજુભાઇ દોશી તેમજ પાલિકાના સદસ્યોનો આભાર માન્યો હતો…..

IMG-20230314-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *