ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નાં જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી મુક્ત ભારત અભિયાન ને વેગવાન બનાવવા માટે આજરોજ છોટાઉદેપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ટીબી રોગની સારવાર લઈ રહેલા છોટાઉદેપુર ટાઉન નાં ૨૫ થી વધુ દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત,મિનાબેન રાઠવા, લીલાબેન રાઠવા, વૈશાલીબેન બારીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ, યુવા સરપંચ રસિકભાઈ રાઠવા ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા, અશ્વિનભાઇ રાઠવા, મનહરભાઈ વણકર તેમજ છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર નાં રાજુભાઈ રાઠવા સહિત લાભાર્થી ટીબી રોગના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


