Gujarat

જેતપુરમાં મિલકત તબદીલી ફીમાં રાક્ષસી ફી વધારો સામે વાંધો નોંધવતું જેતપુર બાર એસોશિયેશન 

વાંધા અરજી ધ્યાને લઈને આ બાબતે રૂબરૂ સાંભળવાની તક આપવા બાર એશો. ના પ્રમુખ મહાવીર પટેલ, ઉપપ્રમુખ ઉદય બાબરિયા, સેક્રેટરી જયેશ ગોહેલ, જોઇન્ટ સેક્રેટરી વિક્રમ પારઘી  અને ટ્રેઝરર બિમલ ભદ્રા સહિત સમગ્ર એશો.ની જેતપુર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત
હરેશ ભાલિયા, જેતપુર તા. ૧૬
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા ગઈ તા. 3 ના રોજ અખબારોમાં જાહેરાત આપીને મિલકત તબદીલી ફીમાં વધારો સૂચવીને શહેરીજનો પાસે વાંધા વચકા મંગાવાયા છે. આ જાહેરાત મુજબ જે. મ્યુ. ટેક્ષ જા. નં. ૯૪૧, તા. ૨૮-૨-૨૦૨૩ ની જાહેર નોટીશ તા. ૩-૩-૨૦૨૩ ના દૈનીક પેપર પ્રસીધ્ધ થયેલ છે.
અને તેમાં પાલિકા દ્વારા  દ્વારા ઉપરોકત ટેક્ષ બ્રાન્ચની જાહેર નોટીશ તા. ૩-૩-૨૦૨૩ પ્રસીધ્ધ થયેલ. આ નોટીસમાં મિલ્કત તબદીલી ફી રૂા.૨૫૦/- હતા તેમાં નીચે મુજબ વધારો કરીને  રહેણાંક હેતુ માટે રૂ।. ૨,૦૦૦/-, ખુલ્લા પ્લોટ માટે રૂ।. ૩,૦૦૦/-અને બીન રહેણાંક માટે રૂ।. ૪,૦૦૦/- દર્શાવેલ છે અને ત્યારપછી દર વર્ષે ૧૦% નો વધારો કરવા જણાવેલ છે.
આ વાતનો વિરોધ કરી જેતપુર બાર એશો.ના પ્રમુખ મહાવીર પટેલ, ઉપપ્રમુખ ઉદય બાબરિયા, સેક્રેટરી જયેશ ગોહેલ, જોઇન્ટ સેક્રેટરી વિક્રમ પારઘી  અને ટ્રેઝરર બિમલ ભદ્રા સહિત સમગ્ર એશો.ની જેતપુર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે ઉપરોકત દર્શાવેલ તબદીલી ફી ખુબ જ વધારે છે. કોઇ પણ જાતની ગણતરી વગરની છે. જે યોગ્ય નથી અને ખુબ જ વધારે છે. આવા વધારાની જાહેરાત સામે  વકીલ મંડળમાં થયેલ ઠરાવ મુજબ વાંધા અરજી આપી અમારા વાંધા રજુ કરીએ છીએ અને આ અંગે અમોને રૂબરૂ સાંભળવા તક આપવા વિનંતી કરવામાં આવી છે. ત્યારે આ બાબતે શું નિર્ણય આવશે તે સમય જ બતાવશે.
મોડાસા-દેહગામમાં મોડા પડેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દીધાની વાતમાં
હેડિંગ
સત્ય બહાર લાવી કસૂરવારો સામે પગલાં ભરવા ગુજ. મા. અને ઉ. મા.  શિક્ષણ
બોર્ડના સદસ્ય અને પત્રકાર ડો. પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત
હરેશ ભાલિયા, જેતપુર તા. ૧૬
ધોરણ – 10 અને 12ની જાહેર પરીક્ષામાં આકસ્મિક સંજોગોએ મોડા પડતાં પરીક્ષાર્થીઓને પરીક્ષામાં વિવેકબુદ્ધિથી બેસવા દેવા અને તા.  14-03ના રોજ મોડાસા અને દહેગામ પરીક્ષા કેન્દ્ર પર મોડા પડેલ પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા હોવાની ગંભીર ઘટનાની તપાસ કરી કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાજેતપુરના શાળા સંચાલક,  ગુજ. મા. અને ઉ. મા.  શિક્ષણ બોર્ડના સદસ્ય અને પત્રકાર ડો. પ્રિયવદન કોરાટની શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં ડો. કોરાટે જણાવ્યું છે કે ગત તારીખ 14-03ના રોજ ધોરણ – 10 અને 12ની જાહેર પરીક્ષા શરૂ થયેલ છે. આ પરીક્ષામાં પહેલા દિવસે જ મોડાસા અને દહેગામ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓને ન બેસવા દેવાની ઘટના વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલ છે, ખરેખર આ બંને કેસમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહેલ છે, તો સક્ષમ અધિકારી દ્વારા વાસ્તવિક તપાસ કરાવીને પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે પાત્રતા ધરાવતા હતા કે કેમ ? તમામ પાસાઓની તપાસ કરાવી અને કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા ભૂલ થયેલ હોય તો જે તે સંબંધીતો સામે કાર્યવાહી કરવા  અને પરીક્ષામાં પરીક્ષાર્થીઓને મોડા હાજર થવા અંગેની ચોક્ક્સ માર્ગદર્શિકા હોય, આમ છતાં આકસ્મિક સંજોગો અને મોડા પાડવાના કારણો ધ્યાને લઈ પરીક્ષાર્થીઓના શિક્ષણના હિતમાં વિવેકબુદ્ધિથી પરીક્ષાર્થીને હાજર કરી શકાય તેવી નવી માર્ગદર્શિકા જાહેર કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *