અમદાવાદ
ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં ૨૦૧૫થી પેલિએટીવ મેડિસિન એક સ્પેશિયલ વિભાગ તરીકે કાર્યરત છે. જ્યાં રોજના ૮૦ થી ૧૨૦ અને વર્ષે આશરે ૨૦૦૦૦ થી વધુ દર્દીઓ આ સારવારનો લાભ લે છે. ૨૦૨૦ કોવિડ- ૧૯ વખતે પણ આશરે ૧૮૦૦૦ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ વિભાગ હોસપીસ અને હોમ વિઝિટની સેવા પણ પૂરી પાડે છે. દર વર્ષે ઓક્ટોમ્બર મહિનાના બીજા શનિવારને વિશ્વ હોસપિસ અને પેલિએટીવ કેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જે અંતર્ગત સમગ્ર વિશ્વમાં આ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે ન્ીટ્ઠદૃી ર્દ્ગ ર્હી હ્વીરૈહઙ્ઘ એટલે કે જે દર્દીઓને પેલિએટીવ કેરની જરૂર છે તે બધાને આ સારવારનો લાભ મળે અને તેમને આ સારવાર મેળવવાનો પૂરો હક્ક છે થીમ આધારિત આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.કેન્સર, શ્વાસની બિમારી, ગંભીર હ્યદય રોગ અને અસાધ્ય કિડનીને લગતા રોગ કે જેમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોય કેવા રોગમાં ખાસ પ્રકારની પેલિએટીવ કેર સારવાર આપવામાં આવે છે. જે ખાસ કરીને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે છે. આવા રોગમાં જરૂરી નથી કે દર્દી નજીકના ભવિષ્યમાં મૃત્યું પામે, એ લાંબુ જીવી શકે છે પણ તકલીફોથી પીડાતા રહેતા હોય છે. પેલીએટિવે કેર દ્વારા આવા દર્દીઓને તેમની શારીરિક, માનસિક અને ભાવનાકીય તકલીફોમાંથી રાહત આપવામાં આવે છે. પેલિએટીવ કેરએ કોમ્પ્રેહેંસીવે કેન્સર કેર એટલે કે વ્યાપક કેન્સર કેરની અગત્યની સારવાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન પ્રમાણે દુનિયામાં લગભગ ૪૦ મિલિયન લોકોને પેલિએટીવ કેરની સારવારની જરૂરત છે. હાલમાં ફકત ૧૪% દર્દીઓને જ આ સારવાર ઉપલબ્ધ છે. ભારતમાં દર વર્ષે એક મિલિઅન કરતાં વધારે લોકોને કેન્સર થાય છે, જેમાંથી ૨/૩ દર્દીઓનું નિદાન એડવાન્સ સ્ટેજનું કેન્સર હોય છે. આ બધા જ દર્દીઓને પેલિએટીવ કેરની જરૂરિયાત પડે છે. પણ ફક્ત ૨% દર્દી આ સારવારનો લાભ લઈ શકે છે. પેલિએટિવ કેર વિશે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના પેલિએટીવ મેડિસીન વિભાગના વડા પ્રોફસર ડૉ. પ્રીતિ સંઘવી આ સારવાર વિશે કહે છે કે, આ સારવારનો મુખ્ય ઉદેશ દર્દીને શારીરિક, માનસિક અને ભાવનાકીય તકલીફોમાથી રાહત આપી તેમના જીવનની ગુણવત્તા વધારવાનો છે ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના પેલિએટીવ મેડિસીન વિભાગના વડા પ્રોફસર ડૉ. પ્રીતિ સંઘવી આ સારવાર વિશે કહે છે કે, આ સારવારનો મુખ્ય ઉદેશ દર્દીને શારીરિક, માનસિક અને ભાવનાકીય તકલીફોમાથી રાહત આપી તેમના જીવનની ગુણવત્તા વધારવાનો છે. કેન્સર (૩૪%), હ્રદય (૩૮.૫%), લિવર, કિડન્ની કે ફેફસા(૧૦.૩%) ના રોગના દર્દીઓ, ન્યૂરોસાયકોલોજીકલ રોગ જેવા કે પાર્કિન્સોનીઝમ, અલ્ઝેમર રોગના દર્દીઓ અને બાળકોમાં જન્મજાત રોગ તથા કેટલાક કમ્યુનિકેબલ રોગ જેવા કે એચઆઇવી(૫.૭%) માટે આ સારવારની જરૂર પડે છે. રોગના નિદાન થતાંની સાથે જ આ સારવાર શરૂ કરવી જરૂરી છે. જે ક્ષણે સપોર્ટિવ કેર તરીકે આપવામાં આવે છે. જેથી રોગની સારવારથી થતી તકલીફો માથી દર્દીને રાહત મળી રહે અને દર્દી સારી રીતે સારવાર પૂરી કરી શકે. હોસપીસએ કોઈ હોસ્પિટલ કે ઘર નથી. ઘર જેવું વાતાવરણ પૂરું પાડતી હોસ્પિટલની સંસ્થા છે. હોસપીસએ કોઈપણ અસાધ્ય રોગના દર્દીઓ માટેનું સારવાર કેન્દ્ર છે. ગુજરાત કેન્સર અને રિસર્ચ સેંટર,અમદાવાદનું હોસ્પિસ સેંટર વાસણામાં આવેલું છે જેનું નામ કમ્યૂનિટી ઓન્કોલોજી સેંટર છે. હોમ કેર એટલે દર્દીના નજીકના સગા જે ઘરે દર્દીની સારસંભાળ રાખવાના છે તેમણે દર્દીની રોજીંદી સારવાર જેવી કે ધાનું ડ્રેસિંગ, ફીડિંગ કે શ્વાસો શ્વાસની પાઇપની જાળવણી કેવી રીતે કરવી તેના માટે તૈયાર કરવામાં આવે છે. કેટલીક વખત ઈન્જેકશન આપવા માટે પણ તૈયાર કરવામાં આવે છે. અને દર્દીની જરૂરિયાત પ્રમાણે ડોક્ટર ઘરે વિઝિટ કરે છે.
