વાંસદા
વાંસદા તાલુકાના વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલા નાની ભમતી ફાર્મ ફળિયા પાસે એક દ્ભ્સ્ બાઈક ચાલકએ પ્લેજર ચાલકને પાછળથી અડફેટે લઈને સામેથી આવતી સુપર સ્પેન્ડર સાથે અથડાતા દ્ભ્સ્ ચાલક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા બારતાડના ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું અને પાછલ બેસેલા યુવકને અને બીજા બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલા નાની ભમતી ગામના ફાર્મ ફળિયા પાસે તારીખ ૧૮-૦૩-૨૦૨૩ના રોજ સાંજે ૭.૦૦ કલાકે જયકુમાર મીનુંભાઈ દવિયારવાળા ઉ. વ.૧૮એ રહે બરતાડ પારસી ફળિયાએ પોતાની દ્ભ્સ્ બાઈક નબર જીજે ૨૧ બીએન ૪૪૪ લઈને ઘરેથી પેટ્રોલ ભરાવવાનું કહીને મિત્ર ધ્રુવકુમાર નરેશભાઈ ગામિત સાથે નીકળેલો હતો. આ દરમિયાન પોતાની દ્ભ્સ્ બાઈક પૂરઝડપે હંકારી આગળ જતી પ્લેજર મોપેડ નબર જીજે ૨૧ બીક્યુ ૩૯૮૩ને પાછળથી અથડાવી દેતા દ્ભ્સ્ ઉપરનો કાબૂ ગુમાવતા વાંસદા તરફથી આવતી સ્પેન્ડર બાઈક નબર જીજે ૧૦ છઇ ૩૩૫૯ સાથે અથડાવતા દ્ભ્સ્ ચાલક જય રોડ ઉપર પટકાતાં ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલમાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અને દ્ભ્સ્ બાઈક પાછલ બેસેલા ધ્રુવકુમાર ને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને બીજા અન્ય બાઈક સવારોને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જેની ફરિયાદ મરનારના પિતા મીનુભાઈ પરવેઝભાઈ દવિયરવાળા (રહે.બરતાડ)એ પુત્ર જય પુરઝડપે દ્ભ્સ્ બાઈક હંકારીને બીજી બાઇક સાથે અકસ્માત કરી નુકશાન પહોચાડતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.


