નવીદિલ્હી
આજે ધોરણ ૧૦માં સામાજિક વિજ્ઞાનની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. તો ધોરણ ૧૨ સાયન્સમાં ઈંગ્લીશનું પેપર શરૂ થયું છે. ધોરણ ૧૦માં ગણિત અને વિજ્ઞાન ૨ મહત્ત્વના પેપર પુરા થઈ ચૂક્યા છે અને આજે સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જાેવા મળી હતી. જે વિદ્યાર્થીઓ સાયન્સ સિવાયની વિધાશાખામાં જવા ઈચ્છે છે તેમના માટે આ વિષય મહત્ત્વનો છે, જેથી વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન માટે પણ તૈયારી કરી હતી.ધોરણ ૧૦નું સામાજિક વિજ્ઞાનનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. પેપર વિદ્યાર્થીઓએ ધાર્યા કરતાં ઘણું સહેલું આવ્યું હતું. પેપર આપીને આવતા વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જાેવા મળી હતી. સામાજિક વિજ્ઞાનના પેપરમાં કેટલાક સાંપ્રત મુદ્દાઓને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા. દેશના વ્યાપારને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અંગેની એક માર્કસની ખાલી જગ્યા પુછાઈ હતી. દેશમાં મહિલા શોષણને અટકાવવા કેવા પગલાં લેવામાં આવ્યા, તે અંગેનો ૩ માર્કસનો સવાલ પૂછવામાં આવ્યો હતો. દેશમાં ગરીબીનું પ્રમાણ વધવાના કારની અને બેરોજગરીના સ્વરૂપ લખવાના ૪-૪ માર્કસના ૨ સવાલ પૂછ્યા હતા. ધોરણ ૧૦માં આ વર્ષે મહત્વના તમામ વિષયો પ્રમાણમાં અનુકૂળ રહતા વિદ્યાર્થીઓ ખુશ હતા તથા આગામી પેપર પણ ભાષાના તથા અન્ય હોવાથી પેપર સરળ આવવાની વિદ્યાર્થીઓને આશા છે.
