બોડેલી માં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ સાહેબ ની જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી બોડેલી માં ઝૂલેલાલ મંદિરમાં સિંધી સમાજ સેવા મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલેલાલ સાહેબ ની ઉજવણીના ભાગરૂપે બોડેલીના લક્ષ્મી કોટન જિન માં આવેલી જયા સોસાયટીના આવેલા જુલેલાલ મંદિરમાં સૌ પ્રથમ સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ સાહેબ ની સમૂહ આરતી કરવામાં આવી. ત્યાર બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝૂલેલાલ મંદિર થી ઝૂલેલાલ સાહેબ ની શોભા યાત્રા ડી જે સાથે બોડેલી નગરમાં નીકળી હતી. મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ- બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. સિંધી સમાજનાભાવિકો આયો લાલ ઝૂલેલાલ “ના ગુણ ગાન સાથે ઝુમીઉઠ્યા હતા.ચેટીચંદ નિમિતે સિંધી સમાજ દ્વારા રાત્રે ૮ કલાકે સાહેબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોબોડેલી માં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ સાહેબ ની જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


