તારીખ 25 માર્ચ 2023 ને મંગળવારના રોજ શ્રી મેઘપર તાલુકા શાળામાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’અંતર્ગત વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ આઠ ના બાળકો માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ શ્રી, SMC ના સભ્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિ થી અવગત કરાવવામાં આવ્યા હતા તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના વિશે વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તથા બંને રાજ્યની સંસ્કૃતિની ઝાંખી બતાવતી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી તથા ચાર્ટ નિદર્શન કરાવી બાળકોને છત્તીસગઢ રાજ્યની રીત ભાત, ભાષા, પહેરવેશ, ખાણીપીણી, મુખ્ય પાક, ઉદ્યોગ, શહેરો વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે ગુજરાત અને છત્તીસગઢ રાજ્યના નકશા નો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ધોરણ આઠના બાળકો માટે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાના શાળા સમય દરમિયાન ના અનુભવો હ્રદય સ્પર્શી રીતે વ્યક્ત કર્યા હતા. તેમજ ધોરણ છ ,સાત ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના ગુરુજનોએ વિદાય થતા વિદ્યાર્થીઓને જીવનમાં યશ, કીર્તિ, પ્રતિષ્ઠા અને સફળતા પ્રાપ્ત કરે તેવા આશિષ વચનો આપ્યા હતા. આ વિદાય સમારંભ અંતર્ગત રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. એક ‘ભારત શ્રેષ્ઠ ભારત યોજના’સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદાય સમારંભ કાર્યક્રમ ના અંતે સમૂહ ભોજન લઈ કાર્યક્રમની સફળ પૂર્ણાંહુંતિ કરવામાં આવી હતી…….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…….


