ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ સંયુક્ત ઉપક્રમે અને આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ધ્યાન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હર ઘર ધ્યાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાએ કે.જે.ચૌહાણ સ્કૂલ ખાતે અને તાલુકા કક્ષાએ મહિલા કોલેજ કેશોદ ખાતે ધ્યાન તેમજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જૂનાગઢ જિલ્લા કોડીનેટર શ્રી ચેતનાબેન ગજેરા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા કોર્ડીનેટર શ્રી દિલીપસિંહ પરમારના જણાવ્યા મુજબ જૂનાગઢ કક્ષાએ ૭૦૦ લોકોએ અને તાલુકા કક્ષાએ ૪૫૦ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા રમતગમતની કચેરીના અધિકારીઓ યોગ કોચ સહિતના એ જન્મત ઉઠાવી હતી.


