Gujarat

 ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં કોરોનાનો પગપેસારો : શહેરમાં એક તો ગ્રામ્યમાં પણ એક કેસ નોંધાયો. (તાલુકા હેલ્થ વિભાગ દ્વારા કુલ 94 દર્દીઓનાં ટેસ્ટ કરાયા જેમાં થી 2 એક્ટિવ કેસ સામે આવ્યા)

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ફરી એક વાર એના ફેણ ફેલાવી રહ્યો છે ત્યારે જિલ્લામાં કુલ 6 એક્ટિવ કેસ સામે 3 દર્દીઓ સ્વસ્થ બની ચુક્યા છે જ્યારે હાલ કુલ 3 દર્દીઓ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે જેમાં ધ્રાંગધ્રા શહેર માં થી એક અને એક ધ્રાંગધ્રા ગ્રામ્યમાંથી એક કેસ સાથે કુલ 2 એક્ટિવ કેસ તેમજ  જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક થઈને કુલ 3 કેસ હાલ જિલ્લામાં  એક્ટિવ જાણયા હતા . આરોગ્ય તંત્ર પુરી તકેદારીઓ સાથે આર ટી પી સી આર અને આર્ટિજન ટેસ્ટ કરી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 718 દર્દીઓ ટેસ્ટ કરાવી ચુક્યા છે તો ધ્રાંગધ્રામાં કુલ 94 દર્દીઓનાં ટેસ્ટિંગ રીપોર્ટ બાદ 2 કેસ પોઝેટીવ જોવા મળ્યા હતા. ફરી એક વાર કોરોના એના વિકરાળ સ્વરૂપ ને ધારણ ન કરે તેં માટે આરોગ્ય વિભાગ સાથે સ્થાનિકો પણ સાબદા બની તકેદારીનાં પગલાંઓ થી સુરક્ષિત બને તેં જરૂરી બન્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *