Gujarat

(સી યું શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરનાં અને MBBS ઇન્ટર્નશિપ વચ્ચે સ્ટાઇપંડ્ મુદ્દે) ફરી એક વાર ઉઠ્યો વિવાદનો સુર : હકનું માંગીએ સાથે ઉતર્યા હડતાલ ઉપર.

(અગાઉ થયેલ હડતાલ વખતે કોરોનામાં સંભાળ અને ફ્રી ટ્રીટમેન્ટની ખાત્રી આપી પણ સ્ટાઇપન્ડ મુદ્દે હાથ ખંખેર્યા હતા)
(નેશનલ મેડિકલ કાઉન્સિલનો સ્પષ્ટ નિર્દેશ કે ખાનગી કોલેજને પણ આપવું પડશે સ્ટાઇપન્ડ)
(90 ડોકટરો વિવિધ બેનર્સ અને સુત્રોચાર સાથે ઉતર્યા હડતાલ ઉપર : માંગ પુરી ન થતા ઉગ્ર દેખાવની પણ ચીમકી)
બોક્સ :
[પ્રથમ હડતાલ પણ ઉગ્ર દેખાવો સાથે જોવા મળી હતી. જેમાં રામધૂન, રક્તદાન થી લઇ ને કોરોના દર્દીઓને પ્લાઝ્મા ડોનેટનાં સદકાર્ય પણ હડતાલ દરમિયાન ડોકટરો દ્વારા કરવામાં આવ્યા હતા]
[ દેશમાં સૌથી ઓછું ઇન્ટર્નશિપ સ્ટાઇપન્ડ રાજસ્થાન-3500 રૂપિયા અને મધ્યપ્રદેશમાં 5500 રૂપિયા તો સૌથી વધુ કર્ણાટકમાં 45000 રૂપિયા આપવામાં આવે છે જયારે અન્ય રાજ્યોમાં નિયમ મુજબ 13 હજાર થી 32 હજાર સુધી આપવામાં આવતું હોવાની પ્રાથમિક વિગતો ]
[MBBS ઇન્ટર્નશિપ મુદ્દો ઘણા સમયથી વિવાદોમાં છે. અમદાવાદમાં કોલેજના એક વિદ્યાર્થી દ્વારા NMC નાં નવા રૂલ્સ સામે ગુજરાત હાઇકોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે અને જ્યાં MBBS ત્યાં જ ઇન્ટર્નશિપનાં નવા નિયમને પડકાર્યો છે]
[વર્ષ 2020 માં રાજ્યમાં ઇન્ટર્નસીપ કરતા તબીબો માટે કેબિનેટ મંત્રી નીતિન પટેલ દ્વારા કોરોના દરમિયાન 5 હજાર વધુ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ 16 જેટલી કોલેજમાં 13 હજાર માં વધારો કરી 18 હજાર રૂપિયા આપવામાં આવતા હતા]
[ગત વર્ષે અમદાવાદની કોલેજમાં વિદેશથી ઇન્ટર્નશિપ માટે આવેલા 137 ર્ડો ની ફી અને સ્ટાઇપન્ડ મુદ્દો ગરમાયો હતો અને ઉગ્ર હડતાલ જોવા મળી હતી જેમાં વાત સ્ટેટ કાઉન્સિલથી ઉપર NMC સુધી ગઈ હતી એવી જ રીતે જામનગર આયુર્વેદ કોલેજનાં ર્ડો પણ ઇન્ટર્ન સ્ટાઇપન્ડ મુદ્દે ન્યાંયની ગુહાર લગાવી ચુક્યા છે, જો કે હાલ આયુર્વેદ ર્ડો ને ત્યાં 9800 રૂપિયા સ્ટાઇપંડ હોવાની પ્રાથમિક વિગતો]
સુરેન્દ્રનગર :
ઉચ્ચ શિક્ષિત વિદ્યાર્થી દેશની કરોડરજ્જુ સમાન હોય છે અને તેમની પગદંડીઓ થકી જ ઉમદા રાષ્ટ્ર્રનું નિર્માણ થતું હોય છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણ અને ખાસ તો આરોગ્યલક્ષી માપદંડોમાં અનેક વાયદાઓ કરે છે પણ દેશની સાથે રાજ્યમાં MBBS ઇન્ટર્નશિપ સ્ટાઇપન્ડ મુદ્દે ડોકટરોનો રોષ વારંવાર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર સી યું શાહ મેડિકલ કોલેજના 90 જેટલાં ડોકટરો ઇન્ટર્ન સ્ટાઇપન્ડ બાબતે ફરી એક વાર હડતાલ ઉપર ઉતર્યા છે અને આ વખતે અચોક્કસ મુદ્દતની હડતાલની ઘોષણા કરી ધરણા થી લઈને વિવિધ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ અગાઉ પણ કોરોના જેવા વિકટ સમયમાં સ્ટાઇપન્ડ બાબતે હડતાલ જોવા મળી હતી જેમાં અંતે ડીન ર્ડો રીના દ્વારા ડોકટરોની કોરોનામાં વિશેષ સંભાળ અને ફ્રી સારવારની માંગ સ્વીકારીને સ્ટાઇપન્ડ મુદ્દે ખાનગી કોલેજમાં આ બાબતનો કોઈ પરિપત્ર નથી એમ કહીને હાથ ઊંચા બતાડવામાં આવ્યા હતા. ઇન્ટર્નશિપ તબીબો અન્યાય સામે લડી લેવાના મૂડથી ફરી હડતાલ ઉપર ઉતરતા નવો વિવાદ સર્જાયો હતો. એક બાજુ 36 હજાર ફી આપવાની જયારે સ્ટાઇપન્ડ માત્ર 4500 રૂપિયા એમાં ય સંજોગોવસાત કોઈ રજા પડે તો હાજરી કાપી લેવાની વિગત જણાવી અન્ય સ્થાને મોકલવામાં આવે ત્યારે સ્વ ખર્ચે જવાનુ થતું હોવાથી ખર્ચ સામે ન્યાયપૂર્ણ વળતર ન હોવાથી તબીબો ઉગ્ર રોષે ભરાયા હતા જેથી હવે માંગ મુજબ ધોરણસરના 13000 થી 32 હજાર સુધી સ્ટાઇપન્ડ આપોની માંગ સાથે ઓપીડી કે અન્ય કામગીરી છોડીને પ્રદર્શિત બેનરો તથા સુત્રોચાર કરતાં ફરી મેદાને ઉતર્યા છે. અચોક્કસ મુદ્દતની હડતાલની ઘોષણા સાથે કોલેજ મેનેજમેન્ટ સહીત દિગ્ગજ આગેવાનો ઇન્ટર્ન તબીબો સુધી દોડી ગયા હતા.જિલ્લાના તમામ તાલુકાથી આવતા દર્દી અને તેમના સગા વ્હાલામાં દિલ ને જીતી લે તેવી કામગીરી કરતા આ ઇન્ટર્નશિપ ડોકટરો માટે જિલ્લાવાસીઓ સન્માનની નજરે આદર કરે છે એમાં ય કોરોના દરમિયાન ખડે પગે કાળજી સાથે ની કામગીરીને લોકો આજે પણ યાદ કરે છે તો સામે એક સત્ય એ પણ છે કે હાલ શરુ થયેલ અચોક્કસ મુદ્દતની હડતાલ બાદ દર્દીઓની હાલત કફોડી બનવાની છે. બીજી તરફ કોલેજ મેનેજમેન્ટ આ મુદ્દે ઉપર બીજી વાર લેખિતમાં જાણ કરી યોગ્ય કરવા પ્રયત્નશીલ છે તેમ જણાવે છે અહીં વાત હવે દેશ તથા રાજ્યમાં ઇન્ટર્ન સ્ટાઇપન્ડનાં વારંવાર થતા દેખાવો  અને જુદી જુદી જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાંઓ લેવાયા કે NMC નાં કડક વલણ ની પણ કરીએ તો સમગ્ર બાબતના હાશકારામાં દિલ્હી સ્થિત આરોગ્યલક્ષી તમામ વિભાગ અને મંત્રાલય સમક્ષ ર્ડો કે વી બાબુ નામના rti એક્ટિવિસ્ટની એક rti પણ જવાબદાર છે જેને ધ્યાને લઈને આરોગ્ય મંત્રાલાય દ્વારા આ મુદ્દે ગંભીર ચર્ચાઓ બાદ NMC થી લઈને સ્ટેટ મેડિકલ કાઉન્સિલો ને કડક આદેશ જાહેર કર્યા હતા જેનાથી સ્ટાઇપન્ડ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ બની અને સુધરી છે. હાલ સુરેન્દ્રનગર સી યું શાહ કોલેજના 90 જેટલાં ર્ડો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે સાથો સાથ ઉગ્ર દેખાવની ચીમકી પણ આપી રહ્યા છે તયારે જલ્દી થી જલ્દી સુખદ સમાધાન થાય એ દિશામાં સૌની મીટ મંડાયેલી રહેશે.
અહેવાલ : હિતેશ રાજપરા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *