Gujarat

ચૈત્ર સુદ નવમી,શ્રી રામનવમીના પાવન પર્વના દિવસે શ્રી દર્દી નારાયણની સેવા કરવાની ઉત્તમ તક મળી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ધજડી મુકામે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને કે. કે. હાઈસ્કૂલ એન. એસ. એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે ધજડી ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો. ધજડી ગામ તથા આજુબાજુના ગામના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.
———————————————————————
તારીખ ૩૦-૦૩-૨૦૨૩ના રોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. હાઈસ્કૂલ એન.એસ.એસ. યુનિટ સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે ધજડી ગામમા નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમા ધજડી ગામ તથા આજુબાજુના ગામના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો.
કેમ્પમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના નિષ્ણાંત ડોક્ટરોની ટીમમાંથી શ્રી વાણીયા સાહેબ,શ્રી રાકેશસિંઘ સાહેબ,શ્રી અઘેરા સાહેબ, શ્રી અંકુર પટેલ સાહેબ,શ્રી મનીષ સિસારા સાહેબ ડો. દર્શના શિયાળ,ડો. સમીર સોલંકી વગેરેએ સેવા આપેલ.સાથે કેમ્પને સફળ બનાવવા સહયોગી  સ્ટાફ તરીકે શ્રી કૃષાંગભાઈ ,શ્રી કલ્પેશભાઈ, શ્રી રજનીશભાઈએ સહકાર આપેલ. કેમ્પ દરમિયાન ધજડી ગામના જ વતની (હાલ સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિ) તથા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સંસ્થા સાથે તન મન ધનથી જોડાયેલા વડીલ મુરબ્બી અને દાનવીર કર્ણ એવા શ્રી મગનભાઈ શ્રોફ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત થયેલ તથા તેમના આશીર્વચન મેળવેલ. કે કે હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાહેબ શ્રી જેન્તિભાઈ ખડદીયાએ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની નિશુલ્ક માનવીય સેવા બદલ ખૂબ આભાર માનેલ તથા શુભેચ્છા આપેલ.

IMG-20230331-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *