Gujarat

લખાણી પરિવાર ના આંગણે કુળદેવી શ્રી ચામુંડા માતાજી  નો દ્વિતીય પાટોત્સવ મહાયજ્ઞ યોજા

મોટી કુંકાવાવ લાખાણી પરીવાર ના મઢ માં બિરાજમાન કુળદેવી શ્રી ચામુંડા માતાજી તથા ખોડીયાર માતાજી,ખેતલીયા દાદા, શિકોતર માતાજી બ્રહ્માણીમાં રાંદલ માતાજી, હનુમાનદાદા તેમજ સુરાપુરા દાદા શ્રી લક્ષ્મણ બાપા અને રણમાં બિરાજમાન સુરાપુરા ભવાનબાપા ના રૂડા આશીર્વાદ તેમજ તેમની પરમ કૃપા થી કુળદેવી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દ્વિતીય પાટોત્સવ સ્વરૂપ બીજા મહાયજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં લાખાણી પરિવાર દ્વારા સવારમાં દેહ શુદ્ધિ કરણ બાદ સવારે ૯.૦૦કલાકે યજ્ઞનો પ્રારંભ થયેલો હતો તેમજ બપોરે સમસ્ત લાખાણી પરિવાર સમસ્ત નું ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞ પુર્ણાહુતિ બીડું બપોરે ત્રણ કલાકે હોમવામાં આવેલ હતું આ પ્રસંગે લાખાણી પરિવારના અગ્રણીઓ સરપંચ શ્રી શૈલેશભાઈ લાખાણી, ઘનશ્યામભાઈ લાખાણી, ધીરુભાઈ લાખાણી, ધીરુભાઈ લાખાણી, સંજયભાઈ લાખાણી તેમજ લાખાણી પરિવારના અગ્રણીઓ જોડાયા હતા ભાવસભર મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવેલ હતો.*

IMG-20230402-WA0227.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *