Delhi

KKRનો ક્રિકેટર બની ગયો તોફાની, પીચ પર બોલરોના છોતરાં કાઢી નાખ્યા..!!

નવીદિલ્હી
દ્ભદ્ભઇ ખેલાડી પર તેની પત્નીનો એવો તો પ્રભાવ પડ્યો કે તેની ગેમ જ આખી બદલાઈ ગઈ છે. કહેવાય છેને કે દરેક સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે. હવે આ બેટ્‌સમેન ખૂંખાર બની ગયો છે, બોલરોના તે છોંતરા કાઢી રહ્યો છે. ખેલાડીમાં આક્રામકતા હતી પરંતુ તેની ચમક ઝાંખી પડતા પત્નીએ એવો કમાલ કર્યો કે આજે તેની ચમક ફરી પાછી આવી છે. હવે આ ખેલાડી એટલે કેરેબિયન ઓલરાઉન્ડર આંદ્રે રસેલ સિઝન દરમિયાન કેટલો ચમકે છે તે જાેવાનું રહ્યું. આંદ્રે રસેલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે પીચ પર ટકીને લાંબી ઈનિંગ રમવાની ઈચ્છા રાખતો હતો. જાેકે, તેની પત્ની જેસિમ લોરાની ઈચ્છા કંઈક અલગ જ હતી. તેનું કહેવું હતું કે મારે આક્રામક બેટિંગ કરીને ઝડપી રન બનાવવા જાેઈએ. આખરે થયું પણ એવું. પત્નીના દબાણના કારણે મારે રમવાની સ્ટાલ બદલવી પડી. કેરેબિયન બેટ્‌સમેન આંદ્રે રસેલનું દિલ મોડલ જેસિમ લોરા પર આવ્યું હતું. અમેરિકાના મિયામીમાં જન્મેલી લોરા પોતાની બોલ્ડ તસવીરોના કારણે લોકોમાં ઘણી પ્રચલિત છે. રસેલે જેસિમને પ્રપોઝ કર્યું. જેસિમ પણ રસેલની રમતથી પ્રભાવિત થનારા ફેન્સમાંથી એક છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી ૨૦૧૪માં લોરા સાથે રસેલે સગાઈ કરી હતી. રસેલ ઈચ્છતો હતો કે વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપ પહેલા તે લોરા સાથે લગ્ન કરી લે જેથી લોરા તેની ગુડલક બની શકે, પરંતુ આમ થયું નહીં અને બન્નેએ વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. નામચીન ક્રિકેટર બનતા પહેલા આંદ્રે રસેલનું જીવન ઘણું જ મુશ્કેલ હતું. ગરીબીમાં જીવન જીવી રહેલા રસેલના પરિવારની ઈચ્છા હતી કે તે કોઈ સારી નોકરી કરે, પરંતુ રસેલનું દિલ ક્રિકેટના મેદાનમાં હતું. માતાની નારાજગી છતાં તેણે રમવા માટે સમય માગ્યો અને મહેનત કરીને નેશનલ ટીમમાં જગ્યા બનાવી હતી. આંદ્રે રસેલને કરિયરની શરુઆતમાં પ્રતિબંધિત દવાના ઉપયોગ માટે બેન પણ કરવામાં આવ્યો હતો. આંદ્રે રસેલની વાઈફ જેસિમ લોરા શાહરૂખ ખાનની બહુ મોટી ફેન છે. ૈંઁન્ દ્વારા જેસિમની કિંગ ખાનને મળવાની ઈચ્છા પૂર્ણ થઈ હતી. આંદ્રે રસેલે ૈંઁન્માં વર્ષ ૨૦૧૨માં ડેબ્યુ કર્યું હતું. લાંબા સમય સુધી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં રહેલો રસેલ અત્યાર સુધી ૯૯ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે લગભગ ૧૭૮ની સ્ટ્રાઈકરેટ સાથે ૨૦૭૦ રન બનાવ્યા છે. ઓલરાઉન્ડર રસેલે પોતાના નામે ૮૯ વિકેટ પણ લીધી છે. તોફાની બોલિંગ માટે જાણીતા આંદ્રે રસેલને કેકેઆરનો સંકટમોચક માનવામાં આવે છે. ૈંઁન્ની પહેલી મેચમાં પંજાબ સામે કેકેઆરની હાર થઈ છે, પરંતુ આંદ્રે રસેલે તોફાની બેટિંગ કરીને પોતાનું સ્વરૂપ પ્રદર્શિત ક્યું છે. રસેલે માત્ર ૧૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકારીને ૫૩ રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *