અમરેલીમા શાંતાબેન હિરભાઈ ગજેરા સ્કૂલ કેમ્પસ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ એચ.કે. મકવાણા અને પીએસઆઈજે.એન. કડછાએ ઉપસ્થિત રહી હાલ ટેકનોલોજીનાં યુગમાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ અને તેને રોકવા માટેની રાખવી પડતી કાળજી વિશે વિદ્યાર્થીઓને વિસ્તારથી માર્ગદર્શન આપ્યુ હતુ. સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પટેલે આજના સમયમાં જાગૃતિનું મહત્વ સમજાવ્યુ હતું. આતકે શાળાના પ્રિન્સીપાલો, કોર્ડિનેટ૨, સંકલન અધિકારીઓસહિતે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

