બોડેલી ના ઢોકલિયા વિસ્તાર માં લક્ષ્મી રોડ પર હરીફાઈ માર્કેટ પાસે રોડ પર નાળુ આવેલું છે ત્યાં રસ્તા પર મોટું ગાબડું પડેલું છે તેનું સમારકામ ન થતાં વાહન ચાલકો માટે જોખમ રૂપ બન્યું છે.બોડેલી અને ઢોકલિયાં વિસ્તાર ને જોડતા માર્ગ પર ગાબડું પાડ્યું છે તેનું સમયાંતરે સમારકામ થાય તેવી માંગ ઉઠી છે..ત્યાં પારાવાર ગંદકી પણ જોવા મળી રહી છે. દુકાન દારો અને રાહદારીઓ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ થી મુશ્કેલી ભોગવી રહ્યા છે. રોગચાળો ન ફેલાય તે પહેલાં રસ્તા નુ સમારકામ અને સફાઈ થાય તેવી માંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


