Gujarat

બોડેલી તાલુકાના લડોદ થી તાંદલજાને જોડતો માર્ગ ખખડધંજ થતા એક કિમી સુઘી નો કાચો માર્ગ ડામર નો બનાવવા લોક માંગ    

લડોદ થી તાંદલજા સુઘી ના ત્રણ કિમી ના માર્ગ માં બે કિમી ગણેશવડ સુઘી નો માર્ગ ડામર માર્ગે છે જ્યારે ગણેશવડ થી લડોદ સુઘી એક કિમી કાચો માર્ગ હોવાથી હાલાકી ભોગવવી પડે છે … બંન્ને ગામના સ્થાનીક રહીશો નો રોષ
    લડોદ થી રાજપીપળા કે નસવાડી જવુ હોયતો  ગામના રહીશો 8 કિમી નો ફેરો ફરી જવા મજબુર બન્યા છે  બોડેલી તાલુકાના લડોદ ગામથી બોડેલી રાજપીપળા નેશનલ હાઇવે નંબર 56 ને જોડતો તાંદલજા થી ગણેશવડ સુઘી નો રોડ ડામર છે છતાં લડોદ થી ગણેશવડ સુધી નો એક કિમી રોડ કાચો હોઇ લડોદના ગ્રામજનો 8 કિમી ફરી ને જવા મજબુર બન્યા છે બોડેલી રાજપીપળા નેશનલ હાઇવે હોઈ લડોદ ગામેથી રાજપીપલા નસવાડી કે કવાંટ કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માંગતા રહીશોને ના છૂટકે આઠ કિમી ફરી વનીયાદ્રી  થઈ જવું પડે છે લડોદ ગામના રહીશો ના છૂટકે 8 કિમી નો ફેરો ફરી ધંધો રોજગાર તેમજ ગમે ત્યાં જવું હોય તો જાય છે
         લડોદ તેમજ ગણેશ ગણેશવડ ગામના રહીશોને ચોમાસામાં ખૂબ મુસીબત વેઠવી પડે છે અને ચોમાસા માં કાચા રોડને લઈ બંને ગામનો સંપર્ક કપાઈ જાય છે લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી તાત્કાલિક બે ગામના લોકોની  સમસ્યાનો ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે વહેલી તકે આ રસ્તો નવેસરથી બને અને ડામરવાળો બને તેમ ગ્રામજનો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230403-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *