Gujarat

ક્રૂડ તેલના વાયદામાં રૂ.8નો મામૂલી ઘટાડોઃ સોના-ચાંદીમાં સામસામા રાહ

કોટન-ખાંડી વાયદામાં રૂ.320નો ઉછાળોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ સુધર્યાઃ પ્રથમ
સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5,869 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11772.59

કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.8 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,27,263 સોદાઓમાં કુલ રૂ.17,649.75 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,868.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11772.59
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 54,661 સોદાઓમાં રૂ.3,855.53 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,679ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,836 અને નીચામાં રૂ.60,567ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.48 ઘટી રૂ.60,808ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.18 વધી
રૂ.48,228 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,982ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે
વાયદો 10 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.60,543ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,339ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.74,820 અને નીચામાં રૂ.74,251ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.77 વધી રૂ.74,632ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.59 વધી રૂ.74,518 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.47 વધી
રૂ.74,495 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,070 સોદાઓમાં રૂ.,794.76 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.768.95ના ભાવે ખૂલી, રૂ.4.05 વધી રૂ.770.95 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.0.85 વધી રૂ.206.65 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ
કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.248ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1
કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.206.85 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.181 જસત-મિની એપ્રિલ વાયદો
રૂ.0.70 ઘટી રૂ.248.25 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,713 સોદાઓમાં રૂ.1,194.21 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,551ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,607
અને નીચામાં રૂ.6,527ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.6,597 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની એપ્રિલ વાયદો રૂ.7 ઘટી રૂ.6,597 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.176ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.179.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.8 વધી 179.4 બોલાઈ રહ્યો
હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.24.31 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,480 અને
નીચામાં રૂ.63,140ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 વધી રૂ.63,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.992 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,829.38 કરોડનાં
3,015.070 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,026.15 કરોડનાં 271.428 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.717.63 કરોડનાં 10,92,540 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.476.58 કરોડનાં 2,67,01,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.99.64 કરોડનાં 4,817 ટન સીસુ અને
સીસુ-મિની વાયદાઓમાં રૂ.30.70 કરોડનાં 1,696 ટન તાંબાના વાયદાઓમાં રૂ.482.61 કરોડનાં 6,263 ટન અને
જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.181.81 કરોડનાં 7,316 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન
ખાંડી વાયદામાં રૂ.21.73 કરોડનાં 3,408 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.58 કરોડનાં 25.92 ટનનાં કામકાજ થયાં
હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,855.431 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 903.384 ટન, તાંબાના વાયદાઓમાં 10,610.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 15,833 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,354 ટન તથા જસત અને જસત-મિનીમાં
22,173 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 8,46,990 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,90,30,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
15,264 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 310.32 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.8.35 કરોડનાં 101 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 639 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 16,534 પોઈન્ટ
ખૂલી, ઉપરમાં 16,555 અને નીચામાં 16,534 બોલાઈ, 21 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ ઘટી 16,545
પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11772.59 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.574.02 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.366.75 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10111.47 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.719.57
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.239.85 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.185 અને નીચામાં રૂ.152ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.90 ઘટી રૂ.178.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઉપરમાં રૂ.12.75 અને નીચામાં રૂ.10.95 રહી,
અંતે રૂ.0.90 વધી રૂ.12.40 થયો હતો.
સોનું મે રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.621ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.715 અને નીચામાં રૂ.590ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 ઘટી રૂ.697 થયો હતો, જ્યારે
સોનું-મિની એપ્રિલ રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.325 ખૂલી, ઊપરમાં
રૂ.400 અને નીચામાં રૂ.313 રહી, અંતે રૂ.10 વધી રૂ.392.50 થયો હતો.

ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,500ના ભાવે ખૂલી, રૂ.59 વધી
રૂ.1,639.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,200ના ભાવે ખૂલી, રૂ.12.50 વધી રૂ.1,374.50 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.770 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.55 વધી રૂ.13.55 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.187ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.225 અને નીચામાં રૂ.178.80ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.80 ઘટી રૂ.184.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.50 ખૂલી, ઉપરમાં રૂ.15.50 અને નીચામાં રૂ.12.80 રહી, અંતે રૂ.2
ઘટી રૂ.13.10 થયો હતો.
સોનું મે રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.374 અને નીચામાં રૂ.280ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.50 ઘટી રૂ.327 થયો હતો, જ્યારે
સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.558 ખૂલી, ઊપરમાં રૂ.598
અને નીચામાં રૂ.480 રહી, અંતે રૂ.16 ઘટી રૂ.504.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.427ના ભાવે ખૂલી, રૂ.48.50 ઘટી
રૂ.374.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.703ના
ભાવે ખૂલી, રૂ.62 વધી રૂ.728.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *