Gujarat

ઊનાના કાંધી ગામેની હોસ્પીટલમાં સ્લેબના છત પરથી પોપડા પડતા નાશભાગ મચી… ડોક્ટર તેમજ દર્દીઓનો આબાદ બચાવ કોઇ જાનહાની નહીં…

ઊનાના કાંધી ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં ગામના લોકો સારવાર, તપાસ તેમજ દવા અર્થે આવતા હોય છે. ત્યારે આ
હોસ્પીટલ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અહી આવતા તમામ દર્દીઓ તેમજ ડોક્ટર ભય હેઠળ તપાસ અને
સારવાર લઇ રહ્યા છે. આજે બપોરના સમયે હોસ્પીટલમાં ડોક્ટર દર્દીની તપાસ દરમિયાન અચાનક સ્લેબના છત પરથી ધ્રુજારી જેવો
અવાજ આવતા નાસભાગ મચી ગયેલ. અને હોસ્પીટલની બહાર નિકળી ગયા હતા. ત્યારે થોડીક ક્ષણોમાંજ હોસ્પીટલના સ્લેબ
ઉપરની છતમાંથી પોપડા નિચે પડ્યા હતા. જેથી તમામનો આબાદ બચાવ થયો હતો. જોકે છેલ્લા બે વર્ષથી હોસ્પીટલ બિસ્માર
હાલતમા હોય આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા અગાઉ આ જર્જરીત હોસ્પીટલને રીપેરીંગ તેમજ નવિનિકરણ કરવા અનેક વખત
લેખિત મોખિત તંત્રને રજુઆત કરવા છતાં આજ સુધી કોઇ કામગીરી કરવામાં નહી આવતા હાલ અહી આ જર્જરીત હોસ્પીટલના
સ્લેબ ઉપરથી પોપડા પડી રહ્યા છે. અને આ જર્જરીત હોસ્પીટલમાં કોઇ કર્મચારી કે દર્દીઓના જીવ લેવાશે ત્યારે તંત્રની આંખશે કે
શુ ? તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોમાં ઉઠવા પામેલ છે. આથી જર્જરીત હોસ્પીટલમાં રીપેર કરી લોકોની સલામતીને ધ્યાને રાખી તંત્ર
દ્રારા તાત્કાલીક આ બાબતે ગંભીરતા લઇને રીપેરીગ કરવામાં આવે તેવી ગ્રામ પંચાયત સરપંચ સતુભાઇએ માંગ કરી હતી.

-ગામે-પેટા-આરોગ્ય-કેન્દ્રમાં-સ્લેબના-છત-પરથી-પોપડા-પડતા-નાશભાગ-મચી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *