શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે હનુમાનજી જન્મ મહોત્સવની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવ. આ વખતે હનુમાન જયંતિ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવામાં આવી હતી જેમાં હનુમાનજી મહારાજની મહા આરતી બાદ 4500 ભાવિકો એ સાથે બેસી મહાપ્રસાદ આરોગ્ય હતો આ સાથે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચાલી રહેલા કાળઝાળ ઉનાળાના દિવસોને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં પક્ષીઓને ઠેર ઠેર પાણીની સવલત ઊભી કરવાનાં આશયથી સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના હાથે જીવદયા પ્રેમીઓને 953 માટીના કુંડાનું વિતરણ તેમજ શહેરી વિસ્તારોમાં પક્ષીઓને ઈંડા મુકવાના સુરક્ષિત સ્થાનોના અભાવને ધ્યાને લઈને 857 ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવા આવ્યું હતું તેમજ રાત્રિના કૌશિકગીરી ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ તથા હનુમાન ચાલીસા ગાન તેમજ હનુમાનજીની ભક્તિ આરાધના કરવામાં આવી હતી. જે આશ્રમના મહંત બાપુની યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી




