Gujarat

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે હનુમાનજી જન્મ મહોત્સવની ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ. આ વખતે હનુમાન જયંતિ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવામાં આવી હતી જેમાં હનુમાનજી મહારાજની મહા આરતી બાદ ૪૫૦૦ ભાવિકોએ સાથે બેસી મહાપ્રસાદ ગ્રહણ કર્યો આ સાથે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચાલી રહેલા કાળઝાળ ઉનાળાના દિવસોને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં પક્ષીઓને ઠેર ઠેર પાણીની સવલત ઊભી કરવાનાં આશયથી જીવદયા પ્રેમીઓને ૯૫૩ માટીના કુંડાનું વિતરણ તેમજ શહેરી વિસ્તારોમાં પક્ષીઓને ઈંડા મુકવાના સુરક્ષિત સ્થાનોના અભાવને ધ્યાને લઈને ૮૫૭ ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવા કરાયું તેમજ રાત્રિના કૌશિકગીરી ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ તથા હનુમાન ચાલીસા ગાન તેમજ હનુમાનજીની ભક્તિ આરાધના કરવામાં આવી હતી. તેમ  આશ્રમના સતીષભાઈ પાંડેની યાદીમાં જણાવવામાં આવેલ

IMG-20230407-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *