ટોપી
જામનગર પરીક્ષા આપવા જાય તે પહેલાજ
પેટા
કારનું ટાયર ફાટ્યું : તમામનો ચમત્કારિક બચાવ
જેતપુર, તા. 8 હરેશ ભાલીયા દ્વારા
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે દીકરીને આવતીકાલે જામનગર લઈ જતાં પહેલા આજે જુનાગઢના બાદલપુરથી રાજકોટ જતાં પરિવારને જેતપુરના પીઠડીયા નજીક કારનું ટાયર ફાટવાનો અકસ્માત નડતાં વિદ્યાર્થીની દીકરી તેમના માતા- ત્રણપિતા એમ ત્રણેયને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ મિતુલભાઈ સોજિત્રાની દીકરીને જામનગર ખાતે આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાની હતી. પરંતુ પિતા મિતુલભાઈએ જુનાગઢના બાદલપૂર સ્થિત સગાને ત્યાંથી રોકાઈને આજે સવારે ત્યાંથી નીકળી જામનગર જવા કારમાં નીકળ્યા હતા. તેઓની કાર જેતપુરના પીઠડીયા નજીક પહોંચી ત્યારે અચાનક કારનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
દરમિયાન મિતુલભાઈ, તેમના પત્ની અને દીકરીને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા છે. જો કે ત્રણેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું નજરે જોનારાઓનું કહેવું છે. આવતીકાલે રવિવારે જામનગર ખાતે દીકરી જુનિયર ક્લાર્કની પરીક્ષા ડર વગર આપીને તેજસ્વી પરિણામ મેળવે તેવી માતા-પિતા સહિતના સ્વજનોએ મિતુલભાઈને શુભકામના આપી છે.


