નવીદિલ્હી
જાે કોઈ વ્યક્તિ સ્નાન કરતી મહિલાના બાથરૂમમાં ડોકિયું કરે છે, તો તે પ્રાઈવેસીના અધિકાર પર આક્રમણ સમાન છે. મહિલા જ્યારે ખાનગી કામ કરી હોય ત્યારે એકાંતમાં એને જાેવી એ તાકજાંક કરવા સમાન છે. પુરૂષો આનંદ લેવા માટે આ પ્રકારની હકરકતો કરતા હોય છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે ધાર્મિક સ્થળ પર પવિત્ર સ્નાનની તુલના બંધ બાથરૂમ સાથે કરી શકાય નહીં જ્યાં એક મહિલા સ્નાન કરતી હોય. જાે કે, તે કિસ્સામાં પણ અપેક્ષા એ છે કે આવી મહિલાઓના ફોટોગ્રાફ્સ અથવા વિડિયો ન લેવા જાેઈએ. કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓમાં પણ તે તેની પ્રાઈવેસી પર આક્રમણ સમાન હશે. તે સ્થિતિમાં પણ કોઈપણ વ્યક્તિને મહિલાની તસવીર લેવાનો અધિકાર નથી, જેમ કે આઈપીસીની કલમ ૩૫૪ઝ્ર (વોયરિઝમ) હેઠળ જણાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે સોનુ ઉર્ફે બિલ્લા નામની વ્યક્તિની અપીલને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. તેને ૈંઁઝ્રની કલમ ૩૫૪ઝ્ર હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને ૨૦૦૦ રૂપિયાના દંડ સાથે એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી, જેને હાઈકોર્ટે યથાવત રાખી હતી. આરોપ છે કે પીડિતા જ્યારે પણ તેના ઘરની બહાર બાથરૂમમાં નહાવા જતી ત્યારે આરોપી બાથરૂમમાં ડોકિયું કરવાના બહાને ત્યાં બેસી જતો હતો. આ સિવાય અભદ્ર ટિપ્પણીઓ અને હરકતોના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સોનુની અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે અદાલતો ગુનાઓના સામાજિક સંદર્ભને અવગણી શકે નહીં. ગરીબીને કારણે પીડિતા પાસે ઘરની અંદર બાથરૂમની સુવિધા નહોતી. આવા કિસ્સામાં, અરજદારના બાથરૂમની અંદર ડોકિયું કરવું, જેમાં દરવાજાને બદલે પડદો લટકતો હતો, તે ચોક્કસપણે કલમ-૩૫૪ઝ્ર હેઠળ ગુનો માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ પ્રકારનું કૃત્ય ચોક્કસપણે એક મહિલા માટે શરમનું કારણ બની જાય છે અને તે સતત ડરમાં જીવવા લાગે છે કે બાથરૂમમાં નહાતી વખતે કોઈ તેને જાેઈ રહ્યું હશે.


