Gujarat

જામનગર જિલ્લામાં થ્રી- વ્હીલર ઓટો રીક્ષા સિવાયના વાહનો માટેની સીરીઝના ઈ- ઓકસન યોજાશે

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે થ્રી- વ્હીલર ઓટો રીક્ષા સિવાયના
ટ્રાંસપોર્ટ પ્રકારના તમામ પ્રકારના વાહનો માટેની નવી સીરીઝ જીજે- 10- ટીવાય (TY) ના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને
પ્રકારના ઈ- ઓકસન યોજાશે. જેમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા. 18/04/2023 થી
20/04/2023 તથા ઈ- ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા. 20/04/2023 થી 22/04/2023 સુધીનો
રહેશે. આ ઈ- ઓકશનનું પરિણામ આગામી તા. 22/04/2023 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.
ઉપરોક્ત પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઈને નોંધણી/
રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ
ઉપરોકત વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ- 07ની અંદર ઓનલાઇન સી. એન. એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ
કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલા સમયગાળા દરમિયાન 1000 ના
ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની
કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ- 05 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે
પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *