Gujarat

રાઈટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૯ (RTE) અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયુંઃ તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે

પ્રવેશ અંગે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૦૨૭૪૨-૨૫૯૬૬૮ અથવા નરેન્દ્રકુમાર ચૌહાણના મો.નં.૯૮૭૯૬૭૫૫૪૨ પર સંપર્ક કરવો*
                 બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાઈટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૯ (RTE) અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ:-૨૦૨૩-૨૪માં પ્રવેશ માટે તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ સુધી rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. (૧) ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાના થતા નથી (૨) ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્પષ્ટ વાંચી શકાય તે રીતે સ્કેન કરી અસલ ડોકયુમેન્ટ્સ જ અપલોડ કરવા. ફોટોકોપી કે અસ્પષ્ટ દેખાતા ડોકયુમેન્ટસ અપલોડ કરેલ હશે તો ફોર્મ અમાન્ય (રિજેક્ટ) ઠરશે. (3) આધાર કાર્ડ/ રેશન કાર્ડ /ચુંટણીકાર્ડ હોય તો બન્ને ભાગ અપલોડ કરવા ફરજીયાત છે. (૪) ભાડે રહેતા હોય તો મકાન માલિકનું લાઈટબિલ સરનામાના આધાર પુરાવા તરીકે માન્ય રહેશે નહી, સબ રજીસ્ટાર કચેરીમાં નોંધાયેલ રજિસ્ટર્ડ ભાડા કરાર જ માન્ય છે, નોટરી વાળો ભાડા કરાર માન્ય રહેશે નહી (ફોર્મ અમાન્ય (રિજેક્ટ) થશે (૫) બી.પી.એલનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીશ્રીનું રજુ કરવુ. (બી.પી.એલ.રેશનકાર્ડ બી.પી.એલ.ના આધાર પુરાવા તરીકે માન્ય નથી) (૬) સક્ષમ અધિકારીશ્રીઓ આવકનો દાખલો/ઇન્કમટેક્ષ રીટર્ન ન ભરેલ હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફડેકલેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) અસલ આધારો સાથે અપલોડ કરવાનું રહેશે. (૭) આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમુનો (rte.orpgujarat.com) આ વેબસાઇટ ઉપરથી મેળવી પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્યસેવિકા (આઇ.સી.ડી.એસ)ના સહી સિકકા સાથે આંગણવાડી કાર્યકરની સહી વાળુ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. (૮) જો બાળક હાલ ધો. ૧ કે ધો. ૨ માં અભ્યાસ કરતુ હશે તો આર.ટી.ઈ. ફોર્મ ભરી શકશે નહીં, છતાં જો ભરશે તો જયારે શાળા ફાળવણી થશે ત્યારે શાળામાં આર.ટી.ઈ. હેઠળ કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહી (રદ થશે) તેમજ આવા વાલી પર નિયમાનુસારની કાર્યવાહી પણ કરવામાં આવશે. (૯) પ્રવેશ મળ્યા બાદ પણ તમામ આધાર પુરાવાઓ ખાસ કરીને આવક/જાતિ દાખલો, બી.પી.એલ, સિંગલ ગર્લ ચાઈલ્ડ, આંગણવાડી પ્રમાણપત્ર વગેરેની ફરી શાળા/ કચેરી મારફત ખરાઈ થનાર છે, જે અન્વયે ખોટા ડોક્યુમેન્ટસ રજુ કરી પ્રવેશ મેળવ્યો હશે તો પણ પ્રવેશ રદ થશે જે ખાસ ધ્યાને લેવું. (૧૦) જો આપને પ્રવેશ મળવા પાત્ર હશે તો આપે પસંદ કરેલ કોઇ પણ ક્રમની (પ્રથમથી અંતિમ સુધીની) શાળાઓમાંથી વડી કચેરી મારફતે વેબ પોર્ટલથી પ્રવેશ ફાળવાશે, જેથી જે ત્યારબાદ ફેરફારને પાત્ર નથી. તેથી જે શાળામાં પ્રવેશ લેવાની ગણતરી હોય તે જ શાળા પસંદગીની શાળા તરીકે ક્રમમાં દર્શાવવી હિતાવહ છે. (૧૧) પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી તમામ આધાર પુરાવાઓ તથા પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર માહિતી rte.orpgujarat.com પર આપેલ છે. જેનો ફોર્મ ભરતા પહેલા વિગતવાર અભ્યાસ કરવો અને જરૂરી છે. (૧૨) સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઇ પણ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી- બનાસકાંઠા માટેના હેલ્પ લાઇન નંબર- ૦૨૭૪૨-૨૫૯૬૬૮ (સવારે ૧૧:૦૦ થી ૦૬:૦૦ રજાના દિવસો સિવાય) વધુ માહિતી માટે ચૌહાણ નરેન્દ્રકુમાર એમ., મો.નં.૯૮૭૯૬૭૫૫૪૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

REPRESENTATIONAL-IMAGE-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *