Delhi

મેરઠના ઓયો રૂમની આ હોટલમાં પોલીસની રેડ, હોટલ પર દરોડા પાડતા પોલીસે હોટલના સંચાલક દલાલ અને ચાર યુવતીઓની ધરપકડ કરી

નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેણાંક વિસ્તારમાં એક વ્યક્તિએ ઘરને જ હોટલ બનાવી દઈને ઓયો રૂમ્સ સાથે જાેડાણ કર્યું હતું. હોટેલ તો ચાલુ થઈ ગઈ હતી, પરંતુ આ હોટેલ ખુલવાને લઈને આસપાસના લોકો ખૂબ જ ચિંતિત હતા. લોકોએ આ અંગે ઘણી વખત પોલીસને ફરિયાદ કરી, કે અહીં ખોટા ધંધા થાય છે. આ પછી, એક બાતમીદારની સૂચનાના આધારે મેરઠના ટીપીનગર પોલીસ સ્ટેશન વિસ્તારની વેદવ્યાસપુરી ચોકી પાસે આવેલી ઓયો રૂમની આ હોટેલ યુવી ઇન પર પોલીસે રેડ પાડી હતી. સીઓ બ્રહ્મપુરી સુચિતા સિંઘ સાથે હોટલ પર દરોડા પાડતા પોલીસે આ હોટલના સંચાલક દલાલ અને ચાર યુવતીઓની ધરપકડ કરી હતી. દ્ગય્ર્ં મિશન રેસ્ક્યૂના સભ્યો ૩ મહિનાથી હોટલની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન રાજેન્દ્ર સિંહે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમને પણ મામલે માહિતી આપી હતી. આ રેડ ઓયો રુમ્સ સંલગ્ન હોટેલમાં પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે વેદવ્યાસપુરીમાં વિવિધ સ્થળોએ આવી હોટલો ખુલી છે. વસાહતમાં લોકો માટે રહેવું મુશ્કેલ બની ગયું છે. લોકોના જણાવ્યા અનુસાર આ બાબતે પોલીસમાં ફરિયાદ કરીએ. તે પછી પણ કોઈ કાર્યવાહી થતી નથી. જાે કે દરોડાના કારણે આ વિસ્તારની આસપાસની હોટલોમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન મિશન રેસ્ક્યુ ઓપરેશન ટીમના પ્રમુખ રાજેશ ચતુર્વેદી હાજર હતા. આ દરમિયાન રાજેશ ચતુર્વેદીએ જણાવ્યું કે મેરઠમાં અનેક અલગ અલગ માનવ તસ્કરી રેકેટની જાણ થઈ રહી છે અને ટીમ કામ કરી રહી છે. સીઓ સાથે હોટલમાં દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોટલ મેનેજરના મોબાઈલમાંથી છોકરીઓની ઘણી તસવીરો મળી આવી છે, જે શાળા અને કોલેજાેમાં ભણતી હતી. આ યુવતીઓને ઓન-ડિમાન્ડ હોટલોમાં બોલાવવામાં આવતી હતી, જેના બદલામાં તેમને તગડી રકમ પણ આપવામાં આવતી હતી. પોલીસે દરોડા દરમિયાન બે યુવતીઓને પણ બચાવી લીધી છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *