નવીદિલ્હી
બોલિવૂડમાં સાઉથના સ્ટાર્સની ડીમાન્ડ વધી રહી છે અને પાન ઈન્ડિયા ફિલ્મો બનાવવા માટે બોલિવૂડ-સાઉથના સ્ટાર્સ ભેગા પણ થઈ રહ્યા છે. જાે કે આ બધાથી અલગ સંજય દત્ત એવા સ્ટાર છે, જેમની ડીમાન્ડ સાઉથની ફિલ્મોમાં વધી છે. સાઉથના સ્ટાર ધ્રુવ સરજા સાથે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બોમ્બ ધડાકાનો સીક્વન્સ ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક બોમ્બ ફાટતા સંજય દત્તને ઈજા થઈ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં તેમનો આબાદ બચાવ થયાની ચર્ચા છે. સાઉથના સ્ટાર યશ સાથે કેજીએફ ૨માં વિલનનો રોલ કરનારા સંજય દત્તની ડીમાન્ડ જાેરદાર છે. વિજય સાથે લીઓનું શૂટિંગ પૂરું કર્યા બાદ સંજય દત્તે કન્નડ ફિલ્મ કેડી-ધ ડેવિલનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં ધ્રુવ સરજાનો લીડ રોલ છે. બેંગલુરુમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેમાં બોમ્બ ધડાકાના સીક્વન્સનું શૂટિંગ કરવાનું હતું. આ સીક્વન્સ દરમિયાન બોમ્બ ફાટતા સંજય દત્તને હાથ, ઘૂંટણ અને ચહેરા પર થોડી ઈજા થઈ હતી. સંજય દત્તને ઈજા થતા સેટ પર દોડદામ મચી ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ આ ન્યૂઝ કન્મફર્મ થયા નથી. રિપોર્ટ્સ મુજબ, સંજય દત્ત હાલ રેસ્ટ લઈ રહ્યા છે, પરંતુ તેમની તબિયત સુધારા પર છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. કેજીએફ ૨માં ઈમ્પ્રેસ કરનારા સંજય દત્તે કેડી-ધ ડેવિલ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મને તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે. તેમાં શિલ્પા શેટ્ટી પણ મહત્ત્વના રોલમાં છે.


