Gujarat

ખેડબ્રહ્મા ખાતે આવેલ નાના અંબાજીમંદિર ના ભંડારામાં થી રૂપિયા ૫૦ હજારની ચોરી કરતા ચાર ઈસમો ને ખેડબ્રહ્મા પીએસઆઇએ ઝડપી લીધા

જીતુ ઉપાધ્યાય – હિંમતનગર
આજકાલ સાબરકાંઠા જિલ્લાના મંદિરોમાં ચોરી ઓના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલ નાના અંબાજીના મંદિરમાં ચોરી નો બનાવ પ્રકાશ માં આવ્યો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે જાણવા મળે છે કે ખેડબ્રહ્મા ખાતે આવેલા નાના અંબાજીના મંદિર ના ભંડારામાંથી રૂપિયા ૫૦,૦૦૦ ની ચોરી કરતાં ચાર આરોપીઓ પકડવામાં આવ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે નાના અંબાજી મંદિરના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ફરિયાદના આધારે મંદિરમાં પટાવાળા તરીકે કામ કરતા દિલીપસિંહ મામેરા રમેશ છગન ચૌહાણ દિલીપસિંહ મગનસિંહ રાણા અને છનાભાઈ જેઠાભાઈ ઠાકરડા આ ચાર આરોપીઓએ માતાજીના મંદિરના ભંડારામાંથી રૂપિયા ૫૦,૦૦૦ ની ચોરી કરી હતી અંબાજી મંદિરના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે આર દેસાઈએ સીસીટીવી ફૂટેજ ના આધારે તેમને ઝડપી લીધા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે જે હોય તે આવા ચોરીઓના બનાવો મંદિરોમાં કામ કરતા લોકો દ્વારા થતા જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *