ચોમાસામા ખેડૂતો અને રેશનિંગનો અનાજ લેવા જવામા પડતી ભારે મુશ્કેલી….
70 વર્ષથી લોકોને આ સમસ્યા પણ કોઈ જાતનુ સમાધાન નહીં બંને ગામના લોકો ત્રાહિમામ…
ઊના – કાણકબરડા થી સુલતાનપુર જતો રસ્તો આઝાદી સમયથી એકપણ વખત ડામર થી મઢવામાં
આવ્યો નથી. સુલતાનપુર ગામે કાણકબરડાના રેશનિંગ ધારકોને લોકોને ચોમાસાની સિઝનમાં પાંચ થી છ
કિ.મી. ફરીને જવુ પડતુ હોય આ બાબતે એક વર્ષ દરમિયાન કાણકબરડા અને સુલતાનપુરના સરપંચે
તંત્રને લેખિતમાં રજૂઆત કરેલી હોવા છતાં પણ હજુ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. જોકે
કાણકબરડા ગામના ખેડૂતોની જમીન સુલતાનપુરની સીમમાં આવેલી હોય અને સુલતાનપુરના ખેડૂતોની
જમીન કાણકબરડા ગામમાં આવેલી હોય જેથી દર ચોમાસા દરમિયાન આ બંને ગામના ખેડૂતને અવર-
જવર કરવા માટે પાંચ થી છ કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે. આ બંને ગામના સરપંચોનો સંપર્ક
કરતા સરપંચોએ જણાવેલું કે અમે લેખિતમાં અનેકવાર રજૂઆત કરી છે. અને તેવુ કહેવામાં આવે છેકે આ
રસ્તો મંજુર થઈ ગયેલો છે. એવા જવાબ આપવામાં આવે છે પણ સ્થળ પર કોઈપણ જાતનો રસ્તો
બનાવવામાં આવતો નથી. આ રસ્તો ચોમાસાના ચાર મહિના દરમિયાન રસ્તો બંધ હાલતમાં રહે છે એ
બાબતે આ બંને ગામના સરપંચોએ ચિંતા વ્યક્ત કરી હતી. અને વધુમાં કાણકબરડાના સરપંચે જણાવેલું કે
આ રસ્તો ક્યારે બને તેનો ખ્યાલ નથી પણ હાલ બાવળ થી ઘેરાઈ ગયેલો છે બાવળ કાપવા પણ કોઈ
આવતું નથી…


