Gujarat

દ્વારકા ખાતે તમિલનાડુના ૯૮ કલાકારો રજૂ કરશે તમિલનાડુની સંસ્કૃતિ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ…

દ્વારકા ખાતે તમિલનાડુના ૯૮ કલાકારો રજૂ કરશે તમિલનાડુની સંસ્કૃતિ

જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ પ્રવાસન નિગમ સહિતના દ્રારા મહેમાનોના સ્વાગત માટે તૈયારીઓ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રી તમિલો તા. ૧૭થી ગુજરાતના પ્રવાસે આવશે. અને સોમનાથ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોની મુલાકાત કરશે. તેમજ સાંસ્કૃતિક આદનપ્રદાન કરશે. ત્યારે દ્વારકા ખાતે તા. ૧૯ થી ગુજરાત અને તમિલનાડુના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેમાનોના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રવાસન નિગમ દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દ્વારકા ખાતે તા. ૧૯ થી ૨૮ એપ્રિલ, ૨૦૨૩ સુધી તમિલનાડુ અને ગુજરાતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તમિલનાડુના ૯૮ કલાકારો અને ગુજરાતના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં ટિપ્પણી લોકનૃત્ય, થુડુમ્બટ્ટમ, મણિયારો રાસ, સિદ્દી ધમાલ નૃત્ય, ફિનાલે ફયુઝન, કરકટ્ટમ ઇન્ટરચેન્જ, મદુરાઇના ભક્તિ ગીતો સહિતના અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *