*નાના બાળક દ્વારા બાબા સાહેબ આંબેડકર ની જેમ વેશભૂજા કરાઈ*
અંબાજી ખાતે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવી ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં સૌ પ્રથમ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સર્વે મહેમાનો યુવાનો યુવતી અને વડીલો દ્વારા બાબાસાહેબને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાબાસાહેબ ની પ્રતિમા આગળ નાના બાળક જે બાબાસાહેબની જેમ વેશભૂજા પહેરીને આવ્યો હતો તેના દ્વારા બાબાસાહેબની પ્રતિમા આગળ કેક કાપવામાં આવ્યો હતો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ગરીબ શોષિત પીડિતોને સામાજિક અને બંધારણીય અધિકારો મળે તેમના આત્મા સન્માનને દીપ પ્રત્યે તે માટે જીવન સમર્પિત કર્યું માટે બાબાસાહેબને હર હંમેશ ભારત દેશના નાગરિકો દ્વારા તેમની જન્મ જયંતી ઉજવવામાં આવે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


