*અકસ્માતો મા જાનહાની થી બચાવવાનો પ્રયાસ કરી લોકો ને જાગ્રત કરાયા*
અંબાજી ખાતે પોલીસ ની સરાહનીય પહેલ નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા બાઈક ચાલકો દ્વારા થતા અકસ્માતો મા જાનહાની બચાવવા નો પ્રયાસ કરી લોકો ને જાગ્રત કરવામાં આવ્યા લોકો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નો ઉપયોગ ન કરી પોતાનો જીવ ને જોખમ માં નાખવાના સાથે સાથે પોતાના પરિવારને મુશ્કેલીમાં નાખતા હોય છે. જ્યારે આજે અંબાજી પોલીસ અને માર્બલ એસોસિએશન ના સહયોગ થી સુરક્ષા ને ધ્યાન રાખી લોકોને હેલ્મેટ નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. આજે સાંજે અંબાજી પોલીસના અધિકારી સહિત સ્ટાફ અને માર્બલ એસોસિયેશનના લોકો કોટેશ્વર રોડ પર લોકો ને હેલ્મેટ થી થતા ફાયદાઓ અને પોતાની સુરક્ષા ને લઈ નિશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તો મોટી સંખ્યામાં લોકો નિશુલ્ક હેલ્મેટ લેવા માટે પહોંચ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


