Gujarat

બોડેલી ની અલીપુરા ચોકડી પાસે કોતરમાં દુર્ગંધ અને ગંદકીથી લોકોને પડતી મુશ્કેલીઓ સાંકળી કોતર અને બેફામ ગંદકી થી બારેમાસ લોકો પરેશાન 

બોડેલી અલીપુરા ચોકડી નો વિસ્તાર સૌથી વધુ ટ્રાફિક અને ધમધમતો વિસ્તાર છે ત્યારે અલીપુરા ચોકડી પરથી પસાર થતા કોતરમાં બેસુમાર ગંદકીને લીધે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાતા રાહદારી ઓ અને દુકાનદારો વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે ગંદકીને લીધે રોગચાળો ને ખુલ્લુ આમંત્રણ મળી રહ્યું છે તેમ લાગી રહ્યું છે અલીપુરા ચોકડી પર સર્કલ ના કામગીરી ચાલતી હોય અને બીજી તરફ બાજુમાં કોતરમાં ગટરનું પાણી ગંદકી ખુલેઆમ જોવા મળે છે તંત્રની બેવડી નીતિ સામે લોકો રોસ વ્યક્ત કરી રહ્યા છે ચોમાસામાં પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને અત્યારે કોતરમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી  છે મચ્છરજન્ય રોગચાળો બોડેલી વિસ્તારમાં જોવા મળ્યો છે મચ્છરો નાથવા ફોકિંગ કરવા માટે પંચાયતના સત્તાધીશો કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે અને આ કોતરમાંથી ગંદકી દૂર કરવામાં આવે  તેમ ગ્રામજનો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230412182049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *