ધર્મક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે માણાવદર નવાબીકાળથી વિખ્યાત પામેલું શહેર છે આ શહેરમાં સ્વયંમ ભગવાન શ્રી સ્વામિનારાયણે અદભુત 18 લીલાઓ કરી હતી તેની સ્મૃતિઓ ચિરંજીવ જળવાયેલી છે અને તેના દર્શન માટે અમદાવાદ , મુંબઈ તથા અન્ય રાજ્યો તથા સ્થાનિક ગુજરાતના હરિભક્તો તીર્થયાત્રાએ નીકળે છે ત્યારે માણાવદરના પાવન એવા આ સ્થળની અવશ્ય મુલાકાત લઇ પોતાને કૃતાર્થ કરે છે. ખાસ તો સહજાનંદ સ્વામીના કૃપાપાત્ર અને નજીક રહેલા પરમ ભગવદીય સેવક માયારામ ભટ્ટને શ્રી સહજાનંદસ્વામીએ પોતે જેની પૂજા કરતા હતા તે શ્રી લાલજી મહારાજની પ્રસાદી રૂપે મૂર્તિ મયારામ ભટ્ટને આપેલી જેને આજે 184 વર્ષ થયા છે.
આ સંદર્ભે આજરોજ ગાંધી ચોક ખાતે આવેલું જૂનું સ્વામિનારાયણ મંદિરમાં કે જ્યાં શ્રી હરિ અનેક ભક્તોને બોધ આપી ધર્મમાં લીન કર્યા હતા એવા આ પૌરાણિક મંદિરના પટાંગણમાં શ્રી લાલજી મહારાજનો 184 વાર્ષિક પાટોત્સવ સંપન્ન થયો છે સવારે સાત થી આઠ એમ બે કલાક અભિષેક વિધિ અને સવારે 9:00 કલાકે અન્નકોટ આરતી વેળાએ હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ પાટોત્સવના મુખ્ય યજમાન શેઠ ધીરેનભાઈ અનંતરાય કામદાર પોરબંદર હસ્તે સુપુત્ર મયંકભાઇ ધીરેનભાઈ કામદાર તેમજ પૌત્ર કયાંન કુમાર મયંકભાઇ યજમાન પદે રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય પાંચ તીર્થસ્થાનોની યાત્રા પ્રત્યેક હરિભક્ત અવશ્ય કરે છે કારણ કે ભગવાને અહીં તેમની ઘણી સ્મૃતિઓ દર્શન રૂપે સાચવી રાખી છે જેના દર્શન વિના યાત્રા સફળ થતી નથી એવું હરિભક્તો માને છે
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર


