Gujarat

કઠલાલ કોલેજ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચા ખેડા જિલ્લાની બેઠક યોજાઇ

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સરકારી કોલેજ ખાતે ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચા પ્રદેશ અધ્યક્ષ મયંકભાઇ નાયકજીના અધ્યક્ષ સ્થાને બક્ષીપંચ મોરચાની બૃહદ બેઠક યોજાઈ.આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ સેલના કન્વીનર હેમરાજભાઈ,જિલ્લા બક્ષીપંચ મોરચાના કિરણસિંહ ડાભી.મહામંત્રી રાજેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,મહામંત્રી રાજેશભાઈ પટેલ,પ્રદીપભાઇ,ગોવિંદભાઈ શર્મા સહિત સમગ્ર ખેડા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં મયંકભાઇ નાયકે ખેડા જિલ્લા લોકસભામાં પાંચ લાખથી વધુ મતો થી ભાજપને જીતાડવા હાકલ કરી હતી તેમજ સમગ્ર જિલ્લાના બક્ષીપંચ મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો ખભે ખભો મિલાવી કામ કરશે તેમ જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે મયંકભાઇનું નડિયાદમાં ભવ્ય સ્વાગત કરીશું અને સૌ જ્ઞાતિઓને સંકલન કરીને સફળ બનાવીશું તેમ જણાવ્યું હતું.

IMG-20230418-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *