Gujarat

દાંતાના જીતપુર ગામે 170 જેટલા ડમી સીમકાર્ડ બનાવી વેચાણ કરતા  વેપારી ની ધરપકડ કરી ટીમ એસ.ઓ.જી.બનાસકાંઠા અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર

*જીતપુર ગામે હિદાયત ફૂટવેર ના હિદાયતભાઈ બશિરભાઈ મેમણ ડમી સીમકાર્ડ બનાવી વેચાણ કરતા  કાયદેસર ની કાર્યવાહી કરીઈ*
મોટા ભાગે ગુનાહિત પ્રવતી ને અંજામ આપવાના મામલે મોબાઈલ અને સીમકાર્ડ નો મુખ્ય રોલ હોય છે. અસામાજિક તત્વો દ્વારા અને  ગુનાહિત પ્રવૃત્તિ કરનારા શખ્સો ડમી સીમકાર્ડ અને ચોરી નો મોબાઈલ નો ઉપયોગ કરી પોતાનો બચાવ કરવા નો સરળ ઉપાય શોધતા હોય છે. જેથી પોલીસ અને સુરક્ષા કર્મીઓ થી તેમનો બચાવ થઈ શકે. સિમ કાર્ડ વેચાણ કરતા  દુકાનદારો પણ પોતાનો મુનાફો વધારવા માટે ડમી સિમ કાર્ડ નું વેચાણ કરતા હોય છે .અને આવનાર ગ્રાહકો પાસે થી  વધારે પૈસા લઈ ડમી સીમકાર્ડ આપી દેતા હોય છે. એવું જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના જીતપુર ગામે થી સામે આવ્યો છે.
દાંતા ના જીતપુર ગામે થી ડમી સીમકાર્ડ નું વેચાણ કરતા એક વેપારી ની ધરપકડ કરવામાં આવી છે. આ દુકાનદાર પાસેથી 170 જેટલા ડમી સીમકાર્ડ બનાવી વેચાણ કરવાનું સામે આવતાં એસ.ઓ.જી પાલનપુર અને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ  દ્વારા દાંતા ના જીતપુર ગામે હિદાયત ફૂટવેર ના હિદાયતભાઈ બશિરભાઈ મેમણ ને બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી અને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી કાયદેસર ની કાર્યવાહી કરી છે. 170 સીમકાર્ડ માં એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરી સીમ કાર્ડ નું વેચાણ કરતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દાંતા પોલીસે આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230418-WA0141.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *