તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
બાળકોમાં ધાર્મિક શ્રદ્ધા એ તેમનાં ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે.
મલેક પરિવારના બન્ને સગાં ભાઈઓએ પવિત્ર રમઝાન માસના 30 દિવસના રોઝા રાખ્યાં.
બાળકોમાં હંમેશા નિર્દોષ ભાવ હોય છે અને બાળપણમાં જ તેમને જો યોગ્ય જ્ઞાન આપવામાં આવે તો તે ગમે તેવાં કપરા સમયમાં સંયમ સાથે જીવન નિર્વાહ કરી શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ એટલે મહુધા ગામના ચોરાના લીમડા પાસે રહેતા સબ્બીર ભાઈ ગુલામ હૈદર મલેક નાં એક અગીયાર વર્ષનો દિકરો મહંમદ એજાઝ મલેક અને એક તેર વર્ષનો દિકરો શાહનવાઝ મલેક કે જેણે પવિત્ર રમઝાન માસના 30 દિવસના રોઝા રાખી દીવસ દરમ્યાન સતત 14 કલાક સુધી ભુખ્યા તરસ્યાં રહી ત્યાગ બલિદાન અને સમર્પણની સાથે ધૈર્ય અને સંયમ શું છે તેની સિખ આપી 30 રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી પોતાનાં ઘર પરિવાર સમાજ અને દેશની સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી તેવું તેમનાં પિતા પાસે થી જાણવા મળ્યું હતું.


