સમગ્ર ગુજરાતના બાર શહેરોમાં રક્તદાન શિબિરો
સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા ધરાવતું મિશન છે,જ્યાં આધ્યાત્મિકતાની સાથે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.સંત નિરંકારી મિશનના વડા માનવતાના મસીહા સદગુરૂ બાબા ગુરૂબચનસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં તા.૨૩-૨૪મી એપ્રિલ-૨૦૨૩ના રોજ સંપુર્ણ નિરંકારી જગત દ્વારા સમગ્ર દેશના તમામ શહેરો તથા દૂર દેશોમાં રક્તદાન શિબિરોના આયોજનના દ્વારા માનવ એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ માનવ કલ્યાણ અર્થે સંત નિરંકારી મિશનની સામાજીક શાખા સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત દેશમાં સ્થાપિત નિરંકારી મિશનની લગભગ તમામ શાખાઓમાં રક્તદાન શિબિરો જેવા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ રક્તદાતાઓ સ્વેચ્છાપૂર્વક સમ્મિલિત થઇને ઉત્સાહથી રક્તદાન કરશે.
માનવ એકતા દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્ય બાર શહેરોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવનાર છે.ગોધરામાં ભુરાવાવ ખાતે આવેલ સંત નિરંકારી સત્સંગ ભવનમાં તા.૨૩મી એપ્રિલે સવારે ૮.૦૦ કલાકથી રક્તદાન શિબિર શરૂ થશે તેમ ગોધરાના સંયોજક પ.પૂ.વિદ્યાબહેનજીએ જણાવ્યું છે.
સમગ્ર જગતમાં વિદિત છે છે યુગપ્રર્વતક બાબા ગુરૂબચનસિંહજી મહારાજે એક સત્ય પ્રભુ પરમાત્માના બોધના દ્વારા માનવજીવનને તમામ પ્રકારના ભ્રમોમાંથી મુક્ત કર્યા હતા,સાથે સાથે સમાજ ઉત્થાનની અનેક કલ્યાણકારી યોજનાઓને ક્રિયાન્વિત કરી હતી જેમાં સાદગીથી લગ્ન,નશામુક્તિ તથા યુવાનોને રમતગમતના પ્રત્યે પ્રેરીત કર્યા હતા.સમાજમાં વ્યાપેલ કુરિતિયોના સમયમાં બાબા હરદેવસિંહજી મહારાજનો પ્રેરક સંદેશ “રક્ત નાડીઓમાં વહેવું જોઇએ,નાલિયોમાં નહી..” દ્વારા તમામ શ્રદ્ધાળુઓને એક નવી સકારાત્મક દિશા આપી હતી.આ પ્રેરક સંદેશને પ્રત્યેક નિરંકારી ભક્તોએ માનવતાના ઉપકારના માટે નિરંતર તેને જીવંતરૂપમાં અપનાવીને લોકકલ્યાણ હેતુ પોતાની સેવાઓ આપી રહ્યા છે.
આ મહા અભિમાન ભારતમાં સ્થાપિત સંત નિરંકારી મિશનના ૯૯ ઝોનની તમામ શાખાઓમાં આયોજન કરવામાં આવી રહેલ છે.આ તમામ રક્તદાન શિબિરોમાં રક્તદાન પહેલાં તપાસ તથા સ્વચ્છતાનું વિશેષરૂપથી ધ્યાન રાખવામાં આવશે.રક્તદાન શિબિરોમાં રક્ત સંગ્રહિત કરવા માટે ઇંડીયન રેડ ક્રોસ સોસાયટી તથા સરકારી દવાખાનાના યોગ્ય તથા પ્રશિક્ષિત ટીમ હાજર રહેશે.૧૯૮૬થી અત્યાર સુધી અંદાજિત ૭૩૫૯ રક્તદાન શિબિરો દ્વારા લગભગ તેર લાખ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે.
લોક કલ્યાણના માટે ચલાવવામાં આવી રહેલ આ મહા અભિયાન નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના દ્વારા આપવામાં આવેલ શિક્ષાઓને દર્શાવીને એકત્વ તથા માનવતાના સંદેશને પ્રેષિત કરે છે જેનાથી નિરંકારી જગતના તમામ ભક્તો પ્રેરણા પ્રાપ્ત કરી પોતાનું જીવન કૃતાર્થ કરી રહ્યા છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


