( કાંચરડી ગામેથી સુરત રહેતા લોકોનો ૭ મુ સ્નેહમિલન યોજાયું )
કાંચરડી ગામેથી સુરત શહેરમાં રહેતા લોકોનું સુરત ખાતે રવિવારના રોજ ૭ મો સ્નેહમિલન સમારોહ યોજાયેલ જેમાં કાંચરડી ગામના વતની અને ટુંક જ સમયમાં સારીએવી લોકચાહના મેળવનાર જનસેવક અને કાંચરડી ગામનું ગૌરવ કહી શક્ય તેવા ભાઈશ્રી જનકભાઈ તળાવીયાનું ભવ્ય સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમા કાંચરડી ગામ સુરત કોર કમિટિ દ્વારા સુરત શહેરમાં રહેતા સમસ્ત કાંચરડી ગામના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં સુરત શહેરમાં રહેતા કાંચરડી ગામના વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા ધોરણ ૧ થી ૧૨ના વિધાર્થીઓમાં હોશિયાર ૧ થી ૩ નંબરમાં આવતા વિધાર્થીઓનું શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વિધાર્થીઓને નોટબુક વિતરણ કરાઇ આ પ્રસંગે કુરિવાજો, ગામનો સર્વાંગી વિકાસ, લોક જાગૃતતા, વિદ્યાર્થીઓનો ઉચ્ચ ભવિષ્ય માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી તેમજ વ્યસન મુક્તિનું માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં વડીલો આગેવાનો દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા નુ ફટાકડા ફોડી ફૂલોથી વધાવી સ્વાગત અને સન્માન કરતા ધારાસભ્યશ્રીએ સર્વ કાંચરડી ગામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિ.પંચાયત સદસ્ય શ્રીમતી. શિલ્પાબેન તળાવીયા અને લાઠી તાલુકા પંચાયત સદસ્ય હિંમતભાઇ રાઠોડ,ભાજપ અગ્રણી ધનશ્યામભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )
