Gujarat

સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું

સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકો ની શ્રદ્ધા નું કેન્દ્ર એવા વિહળધામ પાળીયાદ ના ભાવિ ગાદીપતી બાળ ઠાકર પરમ પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના નામ કરણ પરથી આજ રોજ તા.૨૮/૪/૨૦૨૩ ને શુક્રવાર ના શુભ દિવસે સવારે ૧૦:૦૦ કલાકે વડોદરા ખાતે કેનાલ રોડ નજીક તેમજ પૂજ્ય અમરાબાપુ માર્ગ પાસે ” શ્રી પૃથ્વીરાજ સર્કલ ” નું ખાત મુરત
પાળીયાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના પ્રેરક સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ પૂ.શ્રી ગાયત્રીબા , પૂ.શ્રી દિયાબા ,બાળઠાકર પૂ.શ્રી પૃથ્વીરાજબાપુ સહિત ઠાકર પરીવાર ની હાજરી માં વડોદરા જિલ્લા ના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ તેમજ વડોદરા શહેર ના મેયર નિલેશભાઈ રાઠોડ તેમજ કમિટી અધ્યક્ષ શ્રી ડો.હિતેષભાઇ પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન તેમજ કાઉન્સિલર મેમ્બરો તેમજ કોર્પોરેટર ભાઈઓ બહેનો સહિત પંચમ ગ્રુપ ના મોહનભાઇ પ્રજાપતિ , નરોતમભાઈ પ્રજાપતિ , લખમણભાઈ પ્રજાપતિ , અશોકભાઈ પ્રજાપતિ તેમજ બહેનો સહિત સમગ્ર વિહળ પરીવાર સેવક સમુદાય ની હાજરી બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર સાથે વિધી વિધાન મુજબ ખાત મુરત કરવામાં આવેલ હતું…
પૂજ્ય બા શ્રી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ ઠાકર પરીવાર અને ઠાકર ના સહુ સેવકો સહિત તમામ આમંત્રિત મહેમાનો અને વડોદરા કોર્પોરેશન ના પદાધિકારીશ્રીઓ તેમજ કોર્પોરેટરશ્રીઓ નું ફુલહાર તેમજ સાલ ઓઢાડી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરેલ હતું…
પૂજ્ય બા શ્રી દ્વારા વડોદરા કોર્પોરેશન તેમજ પંચમ ગ્રુપ તેમજ વિહળ પરીવાર સેવક સમુદાય તેમજ વડોદરા શહેર ની જનતા ને આશીર્વાદ પાઠવેલ હતા તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા સમગ્ર ટીમ ની આભાર વિધી કરેલ હતી..
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230428-WA0008-2.jpg IMG-20230428-WA0010-1.jpg IMG-20230428-WA0014-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *