પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ ગીરના શિરવાણ ગામ ખાતેથી તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડે સીદી સમુદાયના લોકો સાથે નિહાળ્યુ હતું. આ કાર્યક્રમ બાદ આદિવાસી ધમાલ નૃત્ય નિહાળી અને ઢોલના ધબકારે વડાપ્રધાનશ્રીના ૧૦૦મા એપિસોડની ઉજવણી કરી અને સાથે ભોજન લીધું હતું.


