મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે ગામના ખિદમત ગ્રુપ દ્વારા સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજનાં ૨૦ દીકરા અને ૨૦ દિકરી ઓ નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા સમાજનાં અગ્રણીઓ દ્વારા તમામને તેમનાં સફળ દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવવા આવી હતી. ખિદમત ગ્રુપ તરફથી જીવન નિર્વાહ માટે ખુબજ ઉપયોગી કરિયાવર આપવામાં આવ્યું હતું.
લગ્નોત્સવમાં વિશેષ વાત એ હતી કે નિશુક્લ કોઈપણ પ્રકારની બન્ને પક્ષ તરફથી રકમ લેવામાં આવી નથી અને નિસ્વાર્થ ભાવે ખિદમત ગ્રુપ દ્વારા સમાજમાંથી કુરિવાજો દુર થાય તેમજ ગરીબ પરિવારજનોના સંતાનો સમયે નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈ જાય સમાન્ય પરીવારોને રાહત મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય જનાબ ગ્યાસુદ્દીનભાઈ શેખ તેમજ જમાલપુરના ધારાસભ્ય જનાબ ઈમરાનભાઈ ખેડાવાલા જનાબ રેહાન બાપુ કાદરી જનાબ કરીમભાઈ મલેક. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પ્રમુખ જનાબ શકીલભાઈ સંધી સામાજિક કાર્યકર નડીઆદ જનાબ બદરુદ્દીનભાઈ મલેક ગામતવાન જનાબ ઈમરાનભાઈ મલેક જમાદાર ફાર્મ રૂદણ જનાબ સલીમ હાફેજી અમદાવાદ જનાબ સાજીદઅલી સૈયદની સાથે સાથે અન્ય અનેક મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યકર્મને સફળ બનાવવા માટે ખિદમત ગ્રુપ તેમજ ગામના તમામ યુવાઓ દ્વારા ખુબજ ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે તમામ અગ્રણીઓએ સુરુચિ ભોજન સાથે લઈ વિદાય લીધી હતી ખિદમત ગ્રુપ તરફથી અતિક મલેક દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…….!!


