હાર્દિક કાનાબાર પ્રાચી
ભારે ગંદકી ને લીધે ગામલકો ઘાતક રોગો ની જપટ માં
ઘંટીયા પ્રાચી ગ્રામ પંચાયત હાલ માં હાલ વહીવટ દાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં વહીવટદાર ની બેદરકારી થી હાલ ગામલોકો ને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું જેથી તો બીજી તરફ સ્ટ્રીટલાઈટો પણ બંધ રહેતી હોવાથી ઘંટીયા પ્રાચી ના રહેણાંક વિસ્તારો માં અંધારપટ જોવા મળી રહ્યો છે તેમજ રોજ રહેણાંક વિસ્તારો માંથી કચરો એકત્રિત કરી યોગ્ય જગ્યા એ નાસ કરવા માં આવતો જે હાલ કચરા માટે ચાલતું ટ્રેક્ટર ટ્રોલી પણ કચરો ભરેલી હાલત માં મૂકી રાખી કચરો એકત્રિત કરવાનું પણ બંધ થતાં ઠેર ઠેર ગંદકી ના ગજ જોવા મળી રહ્યા છે જેને લઈ ઘંટીયા પ્રાચી ગામલોકો માં રોગચારો વધી રહ્યો છે જેમાં ચિકન ગુનીયા ,મેલેરિયા,ડેન્ગ્યુ વાઇરલ જેવા ઘાતક રોગો ફેલાઈ રહ્યા છે ગામ લોકો દ્વારા વારંવાર જાણ કરવા છતાં વહીવટ દાર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી તો આમ જનતા ને કોનો સહારો લેવો એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હોય ત્યારે ઘંટીયા પ્રાચી રહેણાંક વિસ્તારો માજ ઠેર ઠેર ગંદકી જોવા મળતા ગામલોકો પરેશાની વેઠી રહ્યાં છે તો ગામલોકો ની તકલીફો ને ધ્યાન માં રાખી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે


