Gujarat

વીટીવી ન્યુઝ ચેનલ દ્વારા સેવાના મહારથી સુરેશ પાનસુરીયાનું એવોર્ડ દ્વારા સન્માન..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી મુકામે વીટીવી ન્યુઝ ચેનલ દ્વારા સેવાના મહારથીઓનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનું ગૌરવવંતુ અને સેવામાં હમેશા અગ્રેસર હોય તેવું નામ એટલે સુરેશ પાનસુરીયા આવા સેવાના મહાનથીઓનું કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાના કપરા સમયમાં સાવરકુંડલા લીલીયા મત વિસ્તારના લોકોને નિશુલ્ક ઓક્સિજન બોટલ તથા વાવાઝોડા દરમિયાન હજારો લોકો માટે ભોજન તથા રહેવાની વ્યવસ્થા, સાવરકુંડલા શહેરની સેવાભાવી સંસ્થાને એમ્બ્યુલન્સ અર્પણ, તેમજ સાવરકુંડલા શહેરની અંદર રૂપિયા ૧૨ લાખના સ્વખર્ચે  સીસીટીવી કેમેરા ફીટ કરાવી અને શહેરની સુરક્ષામાં અનુદાન આપ્યું તેમ જ આ વિસ્તારની અસંખ્ય બેન દીકરીઓને કરિયાવર કરાવી આપેલ અને ભવ્ય સમૂહ લગ્નનું પણ આયોજન કરેલ, સૌરાષ્ટ્રના સૌથી મોટા રક્તદાન કેમ્પનું, સર્વ સમાજને જોડવા માટે મહાવિષ્ણ યજ્ઞ, નિરાધાર લોકોને સ્વખર્ચે મકાન તેમજ રહેવા માટે છાપરા સહિતની અસંખ્ય સેવામાં આગવું સ્થાન ધરાવતા સેવાના મહારથી અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાનું સન્માન કરવામાં આવ્યું.

IMG-20230502-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *