Gujarat

નસવાડીના ફર્નિચરના વેપારીની દીકરી સાનિયા મનસુરી એ 12 સાયન્સ માં તાલુકામા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

તાલુકામાં સાનિયા મન્સૂરી નો પ્રથમ ક્રમ આવતા માતા-પિતા સહિત પરિવારજનોમાં ખુશી જોવા મળી
રાજ્યમાં આજે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું દર વખત કરતા આ વર્ષે પરિણામમાં સુધારો જોવા મળ્યો, જિલ્લાનુ 36.17 ટકા પરિણામ આવ્યું, વિવિધ તાલુકામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી,
નસવાડીના ફર્નિચરના વેપારીની દીકરી સાનિયા  મનસુરી નો તાલુકામા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
સાનિયા એ જણાવ્યું હતું કે આગળ જતા તે ડોક્ટર બનશે અને તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવાનો શ્રેય તેના માતા પિતાને આપ્યો હતો નસવાડી તાલુકામાં સાનિયાનો પ્રથમ ક્રમ આવતા માતા-પિતા સહિત પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી
છોટાઉદેપુર જિલ્લામાં 12 સાયન્સના પરિણામાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે..અગાઉના વર્ષમાં પરિણામ ખૂબ ઓછું આવતું હતું પરંતુ હવે સુધારો થઈ રહ્યો છે.. નસવાડી કેન્દ્રમાં ફર્નિચરના વેપારીની દીકરી નસવાડી તાલુકામાં પ્રથમ કમાંક પર આવી છે.. આદિવાસી છોટાઉદેપુર જિલ્લો હવે શિક્ષણની ગુણવત્તા પ્રગતિ કરી રહ્યો છે..સારુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી છે..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230502-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *