Gujarat

આશાદીપ વિદ્યાનગર ખાતે ‘પથદીપ સમરકેમ્પ-2023 ની શરૂઆત થઈ.

મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે અગિયાર દિવસ ચાલનારા પથદીપ સમરકેમ્પ-2023ની આજથી શરૂઆત થઈ છે. પથદીપ કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમ હેઠળ ચાલનારા આ કેમ્પમાં આંકલાવ, બોરસદ, આણંદ, વડોદરા,ઠાસરા, ગળતેશ્વર, નડિયાદ તથા અમદાવાદ જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ધોરણ 8,9માં અભ્યાસ કરતા જુદાજુદા ધર્મ અને સમાજના 40 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. સમરકેમ્પના પ્રથમ દિવસે બંધારણના આમુખના વાંચનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, પ્રોગ્રામ ઇન્ચાર્જ જોથી ઝેવિયર તથા તાલીમકાર રતિલાલ જાદવે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. 12 મેં સુધી કાર્યરત રહેનાર આ કેમ્પમાં અંગ્રેજી, સમાન્યજ્ઞાન, સાંપ્રત બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, કલા શિક્ષણ, સામાજિક વિશ્લેષણ, વાંચન, સંસ્કૃતિ કાર્યક્રમો, નાટક, કોયડો, પ્રશ્નોત્તરી, શૈક્ષણિક રમતો, વ્યક્તિત્વ વિકાસ અને મૂલ્ય શિક્ષણ જેવા વિષયોને આવરી લેવામાં આવશે.

IMG-20230502-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *