જેતપુરની શાન સમા અને સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં જેનું નામકરણ ” સરદાર ગાર્ડન’ રાખવામાં આવેલ છે, એવા વિશાળ ક્ષેત્રફળમાં અને પ્રાઇમ લોકેશનમાંઆવેલ આ ગાર્ડનનું રિનોવેશન કામ ભૂતકાળમાં પણ ચર્ચાનો વિષય બન્યું હતું. હાલ દોઢકરોડનાં ખર્ચે આ ગાર્ડનને નવનિર્મિત કરવાનું કામ શરૂ થતા જે બગીચામાંથી ફૂલોની સુગંધ અને પક્ષિઓનો કલરવ સાંભળવા મળતો હતો ત્યા ભ્રષ્ટાચારની દુર્ગંધ અને ગેરરીતિની ગતિવિધિ જૉવા મળી રહી હતી.
મીડિયા એ સરદાર ગાર્ડનના દોઢ કરોડના ખર્ચે થઈ રહેલ નવનિર્માણ કામની મુલાકાત લેતા બાંધકામના કામમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવા માટે સાવ નબળી ગુણવત્તા વાળી ઈંટો, ધૂળ અને કાપવળી રેતી અને નામ માત્ર વપરાતી સિમેન્ટવાળું કામ નજરે ચડતા તુરંત ચિફ ઓફિસરને જાણ કરતા તેઓએ પાલિકાના ઇજનેરને સ્થળ પર તપાસ કરવા મોકલતા તેમણે કોન્ટ્રાકટરના સુપરવાઈઝરને તમામ કાચી ઈંટો અને ધુળવાળી રેતી ત્યાથી લઈ જવાં આદેશ કર્યો હતો.લોટપાણી અને લાકડા જેવું કામ તોડી પડાવ્યું હતું. અને રેતીનો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાની બાહેંધરી આપી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાંધતા આ નબળું કામ કરનાર કંસ્ટ્રકશન કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી તેમનું લાઇસન્સ રીન્યુ ન થાય તેમજ બ્લેકલિસ્ટમાં મુકવા લાગુ પડતાં વિભાગને લેખિત એક જવાબદાર અધિકારી તરીકે જાણ કરવી જોઈએ એકવાર ઉદઘાટન કર્યા પછી દીવડે પણ દર્શન ન આપતા નેતાઓને મીડિયાના માધ્યમથી આ કામ માં ચાલતા ભ્રષ્ટાચાર અંગે જાણ થઈ હોવા છતાં કોઈ પ્રતિક્રિયા આપી શક્યા ન હતા.


